નેશનલ

સુપ્રીમ કોર્ટે રામસેતુને અરજી આવું કહીને ફગાવી દીધી….

નવી દિલ્હી: ત્રણ મોટા કેસમાંથી આજે સવારે 11 વાગ્યાને આસપાસ રામસેતુ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે આજે રામ સેતુ કેસ સંબંધિત અરજીને ફગાવી દેતાં કહ્યું હતું કે આ એક વહીવટી મામલો છે, જેના પર કોર્ટ સુનાવણી નહીં કરે. મામલાને લગતી અરજીમાં કહેવામાં આવ્યું છે કે દરિયાના પાણીમાં વધારો થવાને કારણે લોકોને રામ સેતુ જોવામાં મુશ્કેલી પડી રહી છે. જો બંને બાજુ થોડા અંતર સુધી દિવાલ બનાવવામાં આવે તો રામ સેતુ સરળતાથી દેખાઈ શકે છે.

આ અરજી હિન્દુ પર્સનલ લો બોર્ડના પ્રમુખ અશોક પાંડેએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દિવાલ બન્યા બાદ વિશ્વભરના લોકો રામસેતુ જોવા માટે ધનુષકોટી જઈ શકશે. ત્યારે સુપ્રીમ કોર્ટે અરજદારને પૂછ્યું કે કોર્ટ દિવાલ બનાવવા માટે કેવી રીતે સૂચના આપી શકે છે. આ ઉપરાંત કોર્ટે બીજી એક અરજીને પણ ફગાવી દીધી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવામાં આવે.

તેનું મુખ્ય કારણ એ છે કે રામ સેતુને એડમના પુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે તમિલનાડુના દક્ષિણ-પૂર્વ કિનારે પંબનટાપુ અને શ્રીલંકાના ઉત્તર-પશ્ચિમ કિનારે મન્નાર દ્વીપને જોડતો એક ચૂનાના પથ્થરો હોય એવા પથ્થરોનો આ બ્રિજ છે. અરજીમાં ઉક્ત સ્થળે દિવાલ બનાવવાનો નિર્દેશ આપવા પણ વિનંતી કરવામાં આવી હતી. આ અરજી જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેંચ સમક્ષ સુનાવણી માટે આવી હતી. આ અરજી હિંદુ પર્સનલ લો બોર્ડ દ્વારા તેના અધ્યક્ષ અશોક પાંડે દ્વારા દાખલ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button