નેશનલ

શૅરબજાર ઇતિહાસમાં પહેલી વખત શનિવારે ચાલુ રહેશે

સોમવારે ઇક્વિટી બજારો બંધ રહેશે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: બીએસઇ અને એનએસઇએ આજે શનિવારે કામકાજ ચાલુ રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જ્યારે બીજી તરફ, સરકારે બાવીસમી જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી હોવાથી નાણાં બજાર સવારના નવ વાગ્યાને સ્થાને બપોરે ૨.૩૦ વાગે ખૂલશે. દરમિયાન, સ્ટોક એક્સચેન્જિસ, ક્લિઅરિંગ કોર્પોરેશન, ડિપોઝિટરીઝ અને બ્રોકર્સ એસોસિયેશન્સ વચ્ચેની મોડી રાતની બેઠક અને વિચારવિમર્શને આધારે સોમવારે શેરબજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શેરબજારના ટ્રેડિંગ સેશનમાં સ્ટોક એક્સચેન્જ ડિઝાસ્ટર રિકવરી (ડીઆર) સાઈટનું ટ્રાયલ કરવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રતિકૂળ સંજોગોમાં, માર્કેટ અને રોકાણકારો વચ્ચે સ્થિરતા જાળવી કોઇપણ અડચણ વગર ટ્રેડિંગ ચાલુ રાખવાનો છે.

શનિવારે મોક ટ્રેડિંગ અનેકવાર થાય છે, પરંતુ એક્સચેન્જે જણાવ્યું છે કે, ૨૦મી જાન્યુઆરીએ રોકાણકારો તેમાં ટ્રેડિંગ પણ કરી શકશે. એનએસઈના સર્ક્યુલર મુજબ શનિવારે બે ખાસ સત્ર યોજાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker