નેશનલ

આંધ્ર પ્રદેશના પૂર્વ કૃષિ પ્રધાનના દીકરાની પોલીસે ‘આ’ કારણસર ધરપકડ કરી

વિજયવાડા: આંધ્ર પ્રદેશ પોલીસે શેલ કંપનીઓ, નકલી બિલો અને અન્ય ગેરકાયદેસર માધ્યમોનો ઉપયોગ કરીને રાજ્ય સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં ખાનગી કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર અને ડીપીના એક વરિષ્ઠ નેતાના પુત્રની ધરપકડ કરી હતી.

આરોપી તેલુગુ દેશમ પાર્ટીના વરિષ્ઠ નેતા અને આંધ્ર પ્રદેશના પૂર્વ કૃષિ પ્રધાન પી પુલ્લા રાવનો પુત્ર છે અને તેમની ધરપકડથી દક્ષિણ રાજ્યમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.

પોલીસ અધિકારીએ કહ્યું હતું કે વિજયવાડા પોલીસ કમિશનરેટ હેઠળની મચાવરમ પોલીસે 29 ફેબ્રુઆરીના રોજ અવેક્સાના ભૂતપૂર્વ ડિરેક્ટર પી સારથની કોન્ટ્રાક્ટ દ્વારા રાજ્ય સરકાર પાસેથી લાભ મેળવવાના આરોપામાં ધરપકડ કરી હતી.

વિજયવાડાના પોલીસ કમિશનર કાંથી રતન ટાટાએ જણાવ્યું હતું કે અવેક્સા કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર પી સારથને મુખ્ય ભૂમિકા ભજવવા અને આ ગેરકાયદે ટ્રાન્જેક્શન દ્વારા સૌથી વધુ રકમ ઉપાડવા બદલ 29 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે કોર્ટે સારથને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો.

25 ફેબ્રુઆરીના રોજ આંધ્ર પ્રદેશ સ્ટેટ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (એપીએસડીઆરઆઇ) એ મચાવરમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે અવેક્સા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડે કપટપૂર્ણ વ્યવહારોનો આશરો લીધો હતો અને તેના ખાતામાં ખોટી રીતે સરકારી ચુકવણીઓ જમા કરી હતી. ફરિયાદ મુજબ, પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અવેક્સાએ જીએસટી ચૂકવણી માટે નકલી ઇન્વૉઇસ બનાવ્યાં અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી.

ફરિયાદ મુજબ, કંપનીએ સરકાર પાસેથી નાણાં ઉપાડવા માટે ઇન્પુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવા માટે 12 શેલ કંપનીનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે ડીજીજીઆઇએ 16 કરોડ રૂપિયાના દંડની દરખાસ્ત કરતી કારણ બતાવો નોટિસ જાહેર કરવી પડી હતી. વધુમાં તે 12 શેલ કંપનીઓની જીએસટી નોંધણી 2021 માં રદ કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button