નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

મને બેસાડી દેવાના ચક્કરમાં સત્તા પક્ષે મોટી કિંમત ચૂકવવી પડી : મહુઆ મોઈત્રા

નવી દિલ્હી: દેશની 18 મી લોકસભાનું પ્રથમ સંસદીય સત્ર ભારે હોબાળા વચ્ચે ચાલી રહ્યું છે. સત્રમાં સતા પક્ષ અને વિપક્ષ બંને એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. અગાઉની બંને લોકસભાની સરખામણીએ 18 મી લોકસભામાં વિપક્ષ મજબૂતી સાથે ઊભરી રહ્યો છે. સોમવારે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સરકાર અનેક મુદ્દાઓ પર ઘેરી હતી. આ દરમિયાન જ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ પણ સરકારને ભીંસમાં લીધી હતી.

આ પણ વાંચો: Arunachal Pradesh માં ભારે વરસાદથી તબાહી , 34 ગામ એલર્ટ

TMC સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યું હતું કે ‘ગયા વખતે જ્યારે હું બોલવા માટે ઉભી થઈ ત્યારે મને બોલવા દેવામાં નહોતું આવ્યું. સંસદમાં એક સાંસદની અવાજ દબાવી દેવાની બહુ મોટી કિંમત સત્તા પક્ષે ચૂકવવી પડી છે. મને બેસાડી દેવાના ચક્કરમાં જનતાએ તમારા 63 સાંસદોને હમેશા માટે બેસાડી દીધા છે.

ડિસેમ્બર 2023 માં TMC સાંસદ મહુઆ મોઈત્રા પર પૈસા લઈને પ્રશ્ન પૂછવાના મામલામાં તેમનું સભ્યપદ રદ કર્યું હતું. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ મહુઆ મોઈત્રાના સભ્યપદ રદ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને સંસદમાં ધ્વનિમતથી મંજૂર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: દેશમાં આજથી લાગુ Criminal Law હેઠળ Delhiમાં પ્રથમ કેસ નોંધાયો, જાણો મામલો

આજે લોકસભાના સત્રના છઠ્ઠા દિવસે ભારે હોબાળો મચ્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભારે હોબાળો મચ્યો છે. તેમણે તેમના આજના ભાષણમાં ભાજપ પર હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. આ નિવેદન પર સત્તા પક્ષે વીરોધ વ્યક્ત કર્યો હતો. તેમના નિવેદન પર અમિત શાહે તેમના નિવેદન પર માફી માંગવાની વાત કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…