નેશનલ

બૅંકોનો વ્યાજદર યથાવત્ રહેવાની વકી શુક્રવારે રિઝર્વ બૅંક જાહેરાત કરશે

મુંબઈ: રિઝર્વ બૅંક ઑફ ઈન્ડિયાની વ્યાજદર નક્કી કરતી મોનેટરી પૉલિસી કમિટી વ્યાજદર યથાવત્ રાખશે, તેવું નિષ્ણાતોનું માનવું છે. મોનેટરી પૉલિસી કમિટી (એમપીસી)ની બેઠક બુધવારે શરૂ થઈ હતી તે શુક્રવારે પૂરી થશે. છેલ્લી ચાર દ્વિમાસિક બેઠકમાં એમપીસીએ વ્યાજદર યથાવત્ રાખ્યા હતા. મે ૨૦૨૨માં વ્યાજદાર વધારવાનું ચક્ર ચાલુ થયું હતું અને છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩માં વ્યાજદર વધારીને
૬.૫ ટકા કરવામાં આવ્યા હતા. આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસ છ સભ્યની એમપીસીનો વ્યાજદર અંગેનો નિર્ણય આઠમી ડિસેમ્બરે જાહેર કરશે.

છુટક ભાવો આધારિત ફુગાવો આરબીઆઈના ચાર ટકાના લક્ષ્યાંકથી વધુ હોવાથી વ્યાજદરમાં ઘટાડો જાહેર નહીં કરાય તેવું અર્થશાીઓ માને છે. એક નિષ્ણાતે કહ્યું કે એમપીસી સાવચેતીનું વલણ જાળવી રાખશે અને રિપો રેટ ૬.૫૦ ટકા પર યથાવત્ રાખશે. એક અન્ય નિષ્ણાતે કહ્યું કે ‘આરબીઆઈ રિપો રેટ અને વલણ યથાવત્ રાખશે. લિક્વિડીટી ટાઈટ રાખવાનો અભિગમ જાળવી રાખશે. મેડિકલ ટેકનોલોજી એસોસિયેશનના એક હોદ્દેદારે કહ્યું કે ફુગાવો ઘટી રહ્યો હોવાથી ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૪ સુધીમાં વ્યાજદર ઘટાડવાની શરૂઆત થઈ શકે છે. ઑક્ટોબરમાં છુટક ભાવો આધારિત ફગાવો ૪.૮૭ ટકા નોંધાયો હતો જે ચાર મહિનામાં સૌથી ઓછો હતો.

એમપીસીમાં ત્રણ સભ્ય આરબીઆઈ બહારના અને ત્રણ સભ્ય આરબીઆઈના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શશાંક ભિડે, આશિમા ગોયલ અને જયંત આર. વર્મા એમપીસીમાં આરબીઆઈ બહારના છે, જ્યારે ગર્વનર શક્તિકાંત દાસ, રાજીવ રંજન (એક્ઝિક્યુટીવ ડિરેક્ટર) અને માયકલ દેબબ્રતા પાત્રા (ડેપ્યુટી ગર્વનર) આરબીઆઈના છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…