નેશનલ

રિઝર્વ બૅન્કે સતત છઠ્ઠીવાર વ્યાજદર યથાવત્ રાખ્યો

મુંબઈ: ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)એ સતત છઠ્ઠી વખત વ્યાજદર યથાવત્ રાખવાની જાહેરાત ગુરુવારે કરી હતી. મધ્યવર્તી બૅન્કની નાણાકીય સમિતિએ વૈશ્ર્વિક બજારમાંની અનિશ્ર્ચિતતાને ધ્યાનમાં રાખીને અને ફુગાવાનો દર ચાર ટકાથી નીચે રાખવા માટે વ્યાજદરમાં કોઇ ફેરફાર નહિ કરવાનો નિર્ણય લીધો હતો.

રિઝર્વ બૅન્કની આ જાહેરાતને પગલે અન્ય બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ પણ પોતાના વ્યાજદરમાં કોઇ ફેરફાર ન કરે એવી આશા રખાય છે.

આરબીઆઇએ ૨૦૨૩ના ફેબ્રુઆરીમાં રિપો રેટ વધારીને ૬.૫ ટકા કર્યો હતો. તેની પહેલા ૨૦૨૨ના મેથી સતત છ વખત વ્યાજદરમાં વધારો કર્યો હતો. તે વખતે કુલ ૨૫૦ બેસિસ પોઇન્ટનો વધારો કરાયો હતો.

ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે આર્થિક નીતિ નક્કી કરતી સમિતિની બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે મેક્રોઇકોનોમિક સ્થિતિ તપાસ્યા બાદ સંબંધિત નિર્ણય લેવાયો હતો. અમે ફુગાવાને નિયંત્રણમાં રાખીને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપતા રહીશું.

ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવાનો દર ચાર ટકાની અંદર રાખવા પ્રયાસ કરાઇ રહ્યો છે.

આરબીઆઇએ ૨૦૨૪-૨૫માં વિકાસદર સાત ટકા અને છૂટક ફુગાવાનો દર ૪.૫ ટકા રહેવાની આશા વ્યક્ત કરી હતી. કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)નો વિકાસદર આવતા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં ૭.૨ ટકા, બીજા ત્રિમાસિકગાળામાં ૬.૮ ટકા, ત્રીજા ત્રિમાસિકગાળામાં સાત ટકા અને ચોથા ત્રિમાસિકગાળામાં ૬.૯ ટકા રહેવાની ધારણા છે.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસના અંદાજ મુજબ ૨૦૨૪ના માર્ચમાં પૂરા થતાં હાલના નાણાકીય વર્ષમાં વૃદ્ધિદર ૭.૩ ટકા રહેવાની આશા છે.

અગાઉ, સરકારે રિઝર્વ બૅન્કને ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવો ચાર ટકાની અંદર રાખવા તાકીદ કરી હતી.

કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે પોતાનું વચગાળાનું અંદાજપત્ર (લેખાનુદાન) જાહેર કર્યું, તે પછી આ પ્રથમ વખત રિઝર્વ બૅન્કે બે મહિનાની નાણાકીય નીતિની જાહેરાત કરી હતી. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…