દેશમાં વોટ ચોરીનો 'રેટ' ખૂલ્યો! 6000 નામ રદ કરવાના 4.8 લાખ ચૂકવાયા, SITનો મોટો ખુલાસો | મુંબઈ સમાચાર
નેશનલ

દેશમાં વોટ ચોરીનો ‘રેટ’ ખૂલ્યો! 6000 નામ રદ કરવાના 4.8 લાખ ચૂકવાયા, SITનો મોટો ખુલાસો

નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી દેશમાં વોટ ચોરીનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર છે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વોટ ચોરીના આક્ષેપોની વચ્ચે એસઆઈટીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. કર્ણાટકમાં આલંદ વિધાનસભા ક્ષેત્રમાં મતદારોના નામ કાઢી નાખવાનામાં મામલાની તપાસ કરી રહેલી એસઆઈટીને જાણવા મળ્યું હતું કે આલંદમાં એક સાયબર સેન્ટરથી નામ કાઢી નાખવાની કામગીરી કરવામાં આવી હતી.

SITના સૂત્રોના જણાવ્યા અનુસાર, કુલ 6994 મતદારોના નામોને કાઢી નાખવાની કામગીરી સોંપવામાં આવી હતી, જેમાંથી 6000 મતદારોનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું. બાદમાં 4.8 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તેનો મતલબ છે કે એક મતદારનું નામ કાઢી નાખવા પાછળ 80 રૂપિયાનો ચાર્જ લેવામાં આવ્યો હતો.

તપાસમાં એ પણ જાણવા મળ્યું કે જે મતદારોના નામ રદ કરવામાં આવ્યા હતા તેઓ કા તો દલિત હતા અથવા તો લઘુમતી સમુદાયના હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, SIT તપાસમાં જાણવા મળ્યું છે કે ડિસેમ્બર ૨૦૨૨ અને ફેબ્રુઆરી ૨૦૨૩ ની વચ્ચે આ કામ વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ (VoIP) ની મદદથી પાર પાડવામાં આવ્યું હતું.તે સમયે જ્યારે આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારે મોહમ્મદ અશફાક નામના એક વ્યક્તિ પર શંકા હતી. તે સમયે તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હતો અને હાલમાં તે દુબઈમાં છે. એસઆઈટી (SIT) ની ટીમ તેને પાછો લાવવાની પ્રક્રિયામાં લાગેલી છે.

આપણ વાંચો:  જાણો કઈ તારીખથી બેંક અકાઉન્ટમાં એક નહીં ચાર નોમિની જોડી શકશો?

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button