ટોપ ન્યૂઝનેશનલ

આવતીકાલે વડા પ્રધાન ચિત્તોડગઢ અને ગ્વાલિયરને આપશે આ સુવિધાઓની ભેટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબર, 2023ના રોજ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10:45 વાગ્યે રાજસ્થાનનાં ચિત્તોડગઢમાં આશરે રૂ. 7,000 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કરશે અને ખાતમુહૂર્ત કરશે. લગભગ 3:30 વાગ્યે પ્રધાનમંત્રી ગ્વાલિયર પહોંચશે, જ્યાં તેઓ આશરે 19,260 કરોડ રૂપિયાની વિવિધ વિકાસલક્ષી પહેલોનો શિલાન્યાસ કરશે અને દેશને સમર્પિત કરશે.

વડા પ્રધાન દ્વારા મહેસાણા-ભટિંડા-ગુરદાસપુર ગેસ પાઇપલાઇનનું લોકાર્પણ કરવામાં આવશે. આ પાઈપલાઈન લગભગ 4500 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આબુ રોડ પર એચપીસીએલનાં એલપીજી પ્લાન્ટનું લોકાર્પણ પણ કરશે. આ પ્લાન્ટ દર વર્ષે 86 લાખ સિલિન્ડરોનું બોટલિંગ અને વિતરણ કરશે અને તેના પરિણામે દર વર્ષે સિલિન્ડરનું વહન કરતી ટ્રકો દોડાવવામાં આશરે 0.75 મિલિયન કિલોમીટરનો ઘટાડો થશે, જે દર વર્ષે આશરે 0.5 મિલિયન ટન કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનને ઘટાડવામાં મદદ કરશે. તેઓ અજમેર બોટલિંગ પ્લાન્ટ, આઇઓસીએલમાં વધારાનો સંગ્રહ પણ સમર્પિત કરશે.

પ્રધાનમંત્રી દરાહ-ઝાલાવાડ-તીનધર સેક્શન પર રાષ્ટ્રીય રાજમાર્ગ-12 (નવો એનએચ-52) પર 4 લેનનો રોડ સમર્પિત કરશે, જેનું નિર્માણ રૂ. 1480 કરોડથી વધારેનાં ખર્ચે થયું છે. આ પ્રોજેક્ટ કોટા અને ઝાલાવાડ જિલ્લામાંથી ખાણોના ઉત્પાદનના પરિવહનને સરળ બનાવવામાં મદદ કરશે. ઉપરાંત સવાઈ માધોપુરમાં રેલવે ઓવર બ્રિજ (આરઓબી)ને બે લેનથી ચાર લેનમાં પહોળો કરવા અને બનાવવા માટે શિલારોપણ પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત મળશે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સમર્પિત કરેલા રેલવે પ્રોજેક્ટ્સમાં ચિત્તોડગઢ – નીમચ રેલવે લાઇન અને કોટા – ચિત્તોડગઢ ઇલેક્ટ્રિફાઇડ રેલવે લાઇનને બમણી કરવા સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ સામેલ છે. આ પ્રોજેક્ટ્સ રૂ. ૬૫૦ કરોડથી વધુના ખર્ચે પૂર્ણ થયા છે અને આ ક્ષેત્રમાં રેલ માળખાગત સુવિધાને મજબૂત બનાવશે. તેઓ રાજસ્થાનમાં ઐતિહાસિક સ્થળોએ પર્યટનને પણ વેગ આપશે.

પ્રધાનમંત્રી સ્વદેશ દર્શન યોજના અંતર્ગત નાથદ્વારામાં વિકસિત પ્રવાસન સુવિધાઓ સમર્પિત કરશે. નાથદ્વારા સંત વલ્લભાચાર્ય દ્વારા પ્રચારિત પુષ્ટીમાર્ગના લાખો અનુયાયીઓ માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. નાથદ્વારામાં એક આધુનિક ‘ટૂરિસ્ટ ઈન્ટરપ્રિટેશન એન્ડ કલ્ચરલ સેન્ટર’ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં પ્રવાસીઓ શ્રીનાથજીના જીવન વિશે વિવિધ પાસાઓનો અનુભવ કરી શકે છે. ઉપરાંત પ્રધાનમંત્રી કોટામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું કાયમી પરિસર પણ દેશને અર્પણ કરશે.

સમગ્ર દેશમાં કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાની વધુ એક પહેલમાં પ્રધાનમંત્રી રૂ. 11,895 કરોડનાં ખર્ચે તૈયાર થયેલા દિલ્હી-વડોદરા એક્સપ્રેસવેનું લોકાર્પણ કરશે. તેઓ રૂ. 1880 કરોડથી વધારેનાં મૂલ્યનાં પાંચ વિવિધ રોડ પ્રોજેક્ટ્સ માટે શિલારોપણ પણ કરશે.

દરેક વ્યક્તિ પાસે પોતાનું ઘર હોય તે સુનિશ્ચિત કરવાનો પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ રહ્યો છે. આ વિઝનને અનુરૂપ પ્રધાનમંત્રી પીએમએવાય – ગ્રામીણ હેઠળ નિર્મિત 2.2 લાખથી વધારે મકાનોનાં ગૃહપ્રવેશની શરૂઆત કરશે. તેઓ આશરે રૂ. 140 કરોડનાં ખર્ચે પીએમએવાય – અર્બન હેઠળ નિર્મિત મકાનોનું લોકાર્પણ પણ કરશે.

સરકારના મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રોમાંનું એક સલામત અને પૂરતું પીવાનું પાણી પૂરું પાડવાનું છે. આ ઉદ્દેશ પાર પાડવા પ્રધાનમંત્રી ગ્વાલિયર અને શ્યોપુર જિલ્લાઓમાં રૂ. 1530 કરોડથી વધારેનાં મૂલ્યનાં જલ જીવન મિશનનાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ યોજનાઓથી આ વિસ્તારનાં 720થી વધારે ગામડાઓને લાભ થશે.

સ્વાસ્થ્ય સાથે સંબંધિત માળખાગત સુવિધાઓને વધારે વેગ આપવાનાં એક પગલામાં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત સ્વાસ્થ્ય માળખાગત મિશન અંતર્ગત નવ સ્વાસ્થ્ય કેન્દ્રોનો શિલાન્યાસ કરશે. 150 કરોડથી વધુના ખર્ચે તેનો વિકાસ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી ઇન્દોરની શૈક્ષણિક ઇમારતનું લોકાર્પણ કરશે તથા સંકુલમાં છાત્રાલય અને અન્ય ઇમારતો માટે શિલારોપણ કરશે. ઉપરાંત પ્રધાનમંત્રી ઇન્દોરમાં મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ કરશે. તેઓ ઉજ્જૈનમાં ઇન્ટીગ્રેટેડ ઔદ્યોગિક ટાઉનશિપને પ્રેરિત કરતી વિવિધ યોજનાઓ, આઇઓસીએલ બોટલિંગ પ્લાન્ટ, ગ્વાલિયરમાં અટલ બિહારી વાજપેયી દિવ્યાંગ સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટર વગેરેનું લોકાર્પણ પણ કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup!