નેશનલ

96 બેઠક પર 1717 ‘મુરતિયા’, અખિલેશ, પંકજા, શત્રુઘ્ન, મહુવાનું રાજકીય ભાવિ નક્કી થશેનવી દિલ્હી: મહારાષ્ટ્રની 11 બેઠક સહિત લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં મતદાન માટે જનારી 96 બેઠક પર 1717 ઉમેદવારનું ભાવિ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં નક્કી થશે. 10 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની મળીને 96 લોકસભા મતવિસ્તારમાં સોમવાર, 13 મે, 2024 ના રોજ મતદાન થશે.
96 લોકસભાની બેઠક પર દુલ 1717 ઉમેદવાર છે. 19 લાખથી વધુ અધિકારીઓને 1.92 લાખ મતદાન કેન્દ્રો પર નિયુક્ત કરવામાં આવ્યા છે, 17.70 કરોડ મતદારો આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. અત્યાર સુધીના ત્રણ તબક્કામાં સંસદની 543 બેઠકમાંથી 283 બેઠક પર મતદાન થઈ ગયું છે. ચોથા તબક્કામાં મતદાન માટે જઈ રહેલી 96 બેઠકમાંથી 40 બેઠક પર એનડીએના સંસદસભ્ય છે.
આ તબક્કાના મહત્ત્વના ઉમેદવારોમાં પંકજા મુંડે (ભાજપ), અખિલેશ યાદવ (સપા), યુસુફ પઠાણ (ટીએમસી), અધીર રંજન ચૌધરી, મહુઆ મોઇત્રા (ટીએમસી), માધવી લથા (ભાજપ), બંડી સંજય કુમાર, વાયએસ શર્મિલા (કોંગ્રેસ), અર્જુન મુંડા (ભાજપ), શત્રુઘ્ન સિંહા (ટીએમસી), કેન્દ્રીય પ્રધાનો ગિરીરાજ સિંહ, નિત્યાનંદ રાય અને રાવસાહેબ દાનવેનો સમાવેશ થાય છે.

ચોથા તબક્કામાં આંધ્ર પ્રદેશની તમામ 25 બેઠક પર મતદાન થશે, જ્યારે તેલંગણાની 17 જેટલી બેઠક પર મતદાન થશે. તે સિવાય ઉત્તર પ્રદેશની 13, મહારાષ્ટ્રની 11, મધ્ય પ્રદેશની 8, પશ્ર્ચિમ બંગાળની 8 અને બિહાર અને ઝારખંડની પાંચ-પાંચ બેઠક પર પણ મતદાન થવાનું છે. ઓડિશાની ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર પણ મતદાન થવાનું છે. કલમ 370 રદ કર્યા બાદ થઈ રહેલી પહેલી ચૂંટણીમાં શ્રીનગરમાં 24 ઉમેદવારનું ભાવિ 17.48 લાખ મતદારો નક્કી કરશે.
આંધ્ર પ્રદેશમાં લોકસભાની 25 બેઠક સાથે વિધાનસભાની 175 બેઠકો માટે પણ મતદાન કરવામાં આવશે. રાજ્યમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી, મુખ્ય પ્રધાન વાય એસ જગન મોહન રેડ્ડી અને અન્ય મહત્ત્વના નેતાઓએ પ્રચાર સભાને સંબોધી હતી. ચંદ્રાબાબુ નાયડુ, એક્ટર પવન કલ્યાણ પણ મહત્ત્વના ઉમેદવારોમાં સામેલ છે. એનડીએમાં ભાગીદાર તરીકે ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ લોકસભાની 17 અને વિધાનસભાની 144 બેઠક પર લડી રહ્યા છે. પવન કલ્યાણની જનસેના લોકસભાની બે અને વિધાનસભાની 21 બેઠક પર લડી રહ્યા છે. ભાજપ લોકસભાની છ અને વિધાનસભાની 10 બેઠક પર લડશે.

ઉત્તર પ્રદેશની 13 બેઠક પર 130 ઉમેદવાર છે, જેમાંથી અખિલેશ મુખ્ય છે. આ ઉપરાંત ભાજપના સાક્ષી મહારાજ પર ધ્યાન રહેશે. ઈન્ડી ગઠબંધન દ્વારા આ 13માંથી 11 ઉમેદવાર સમાજવાદી પાર્ટીના છે, જ્યારે બે બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર છે. ભાજપે બધી 13 બેઠક પર ઉમેદવાર આપ્યા છે, જેમાંથી 11 વર્તમાન સાંસદ છે. 2.46 કરોડ મતદાર 13 ઉમેદવારનું ભાવિ નક્કી કરશે.

મધ્ય પ્રદેશની આઠ બેઠક પર કુલ 74 ઉમેદવાર છે. 1.63 કરોડ મતદાર આ ઉમેદવારનું ભાવિ નક્કી કરશે. મધ્ય પ્રદેશની કુલ 29 બેઠકમાંથી 21 બેઠક પર પહેલા ત્રણ તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે.
મહારાષ્ટ્રની નંદુરબાર, જળગાંવ, રાવેર, જાલના, ઔરંગાબાદ, માવળ, પુણે, શિરુર, અહમદનગર, શિરડી, બીડ બેઠક પર મતદાન થશે.

ઉત્તર પ્રદેશમાં શાહજહાંપુર, ધૌરાહરા, ખેરી, હરદોઈ, ફરુખાબાદ, મિસરીખ, સીતાપુર, ઉન્નાવ, ઈટાવા, કાનપુર, ક્ધનૌજ, અકબરપુર અને બહરાઈચ સીટો પર ચૂંટણી યોજાશે. આંધ્ર પ્રદેશની અરાકુ (એસટી), શ્રીકાકુલમ, વિજિયાનગરમ, વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લી, કાકીનાડા, અમલાપુરમ (એસસી), રાજામુન્દ્રી, નરસાપુરમ, એલુરુ, મછલીપટ્ટનમ, વિજયવાડા, ગુંટુર, નરસારોપેટ, બાપટલા (એસસી), ઓન્ગોલ, કુર્ણાલ, નંદી નેલ્લોર, તિરુપતિ (એસસી), રાજમપેટ, ચિત્તૂર (એસસી) બિહારની દરભંગા, ઉજિયારપુર, સમસ્તીપુર, બેગુસરાય, મુંગેર, જમ્મુ અને કાશ્મીરની શ્રીનગર, મધ્ય પ્રદેશની દેવાસ, ઉજ્જૈન, મંદસોર, રતલામ, ધાર, ઈન્દોર, ખરગોન, ખંડવા, ઓડિશાની કાલાહાંડી, નબરંગપુર (એસટી), બેરહામપુર, કોરાપુટ (એસટી), તેલંગણાની આદિલાબાદ (એસટી), પેદ્દાપલ્લી (એસસી), કરીમનગર, નિઝામાબાદ, ઝાહિરાબાદ, મેડક, મલકાજગીરી, સિકંદરાબાદ, હૈદરાબાદ, ચેવેલ્લા, મહબૂબનગર, નાલગોંડા, નાગરકુર્નૂલ (એસસી), ભુવનગીરી, વારંગલ (એસસી), મહબૂબાબાદ (એસટી) , ખમ્મામ, પશ્ર્ચિમ બંગાળની બહેરામપુર, કૃષ્ણનગર, રાણાઘાટ, બર્ધમાન પૂર્વા, બર્દવાન-દુર્ગાપુર, આસનસોલ, બોલપુર, બીરભૂમ, ઝારખંડની સિંહભૂમ, ખુંટી, લોહરદગા, પલામૌ બેઠક પર સોમવારે મતદાન થવાનું છે.
લોકસભાની ચૂંટણીના પહેલા ત્રણ તબક્કામાં અનુક્રમે 66.14, 66.71 અને 65.68 ટકા મતદાન થયું છે અને 2019ની સરખામણીમાં ઓછું મતદાન થવા માટે ચૂંટણી પંચ ગરમીને કારણભૂત માની રહી છે.
(એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…