નેશનલ

ફ્રાન્સે અટકાવેલું વિમાન ૨૭૬ પ્રવાસી સાથે મુંબઈ પરત

સ્વદેશ પરત: શંકાસ્પદ માનવ તસ્કરીને મામલે ફ્રાન્સમાં ચાર દિવસ રોકી રાખવામાં આવેલું પ્રવાસી વિમાન મંગળવારે મુંબઈ આવી પહોંચ્યું હતું. ઍરક્રાફ્ટ, ઍરબસ એ-૩૪૦ મંગળવારે વહેલી સવારે લગભગ ચાર વાગે મુંબઈ આવી પહોંચ્યું હતું. સ્થાનિક સમય પ્રમાણે આ વિમાન પૅરિસસ્થિત હવાઈમથકેથી બપોરે ૨:૩૦ વાગે રવાના થયું હતું. (એજન્સી)

મુંબઈ: શંકાસ્પદ માનવ તસ્કરીને મામલે ફ્રાન્સ દ્વારા રોકી રાખવામાં આવેલું ૨૭૬ પ્રવાસી (મોટાભાગના ભારતીય) સહિતનું વિમાન મંગળવારે મુંબઈ આવી પહોંચ્યું હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.
ઍર ક્રાફ્ટ, ઍરબસ એ-૩૪૦ મંગળવારે વહેલી સવારે લગભગ ચાર વાગ્યે મુંબઈ વિમાનમથકે આવી પહોંચ્યું હતું.

સ્થાનિક સમય પ્રમાણે આ વિમાન બપોરે ૨:૩૦ વાગે પૅરિસ નજીકના ઍરપોર્ટ પરથી રવાના થયું હતું.

વિમાને મુંબઈ ઉતરાણ કર્યું ત્યારે તેમાં ૧૫ ક્રૂ મૅમ્બર પણ હતા. પત્રકારોએ અનેક પ્રયાસ કર્યા હોવા છતાં કોઈ પણ પ્રવાસીએ આ ઘટના
અંગે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું અને તેમના પ્રવાસથી લઈને છેલ્લાં ચાર દિવસના અનુભવ અંગેની કોઈ માહિતી નહોતી આપી.

ફ્રાન્સના વહીવટકર્તાઓના જણાવ્યા અનુસાર વિમાન મુંબઈ માટે રવાના થયું ત્યારે તેમાં ૨૭૬ પ્રવાસી હતા.

બે સગીર સહિત પચીસ જણાએ આશરા માટે અરજી કરવાની ઈચ્છા વ્યક્તિ કરી હોવાને કારણે એ લોકો હજુ ફ્રાન્સમાં જ છે. અન્ય બે જણની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
વિમાને જ્યારે ફ્રાન્સમાં ઉતરાણ કર્યું હતું ત્યારે ૩૦૩ ભારતીય પ્રવાસીઓમાં એવા ૧૧ સગીર પણ હતા જેમની સાથે તેમનું પરિચિત કોઈ જ નહોતું.

ફ્રાન્સમાં અટવાયેલા પ્રવાસીઓ માટે પથારી, ખાવાની, પીવાના પાણીની, શૌચાલય તેમ જ ન્હાવાની તેમ જ જરૂરી અન્ય વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી.

રોમાંનિયમ ચાર્ટર કંપનીની લૅજન્ડ ઍરલાઈન્સના દુબઈથી નિકારાગુઆ જતા વિમાને ટૅક્નિકલ ખામીને કારણે ગુરુવારે ફ્રાન્સમાં ઉતરાણ કર્યું હતું. માનવ તસ્કરીનું આ સુનિયોજિત કાવતરું હોવાની શંકાને આધારે ફ્રાન્સના વહીવટકર્તાઓએ આ વિમાનપ્રવાસના આશયને મામલે ફોજદારી તપાસ શરૂ કરી હતી.

અમેરિકામાં આશરો લેવા માગતા લોકો માટે નિકારાગુઆ લોકપ્રિય સ્થાન બની ગયું છે. યુએસ કસ્ટમ ઍન્ડ બૉર્ડર (સીબીપી) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ વર્ષ ૨૦૨૩માં અંદાજે ૯૬,૯૧૭ ભારતીયોએ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો જે અગાઉના વર્ષની સરખામણીએ ૫૧.૬૧ ટકાનો વધારો દર્શાવે છે.

અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાનો પ્રયાસ કરનારાં ૯૬,૯૧૭ લોકોમાંથી ૪૧,૭૭૦ લોકો મૅક્સિકન સરહદેથી પ્રવેશવામાં સફળ રહ્યા હતા.

પ્રવાસના દસ્તાવેજો મેળવવાનું સહેલું હોય તેવા નિકારાગુઆ સહિતના દેશમાં જતી ફ્લાઈટ ‘ડન્કી’ ફ્લાઈટ તરીકે ઓળખાય છે. (એજન્સી)

ફલાઈટમાં ૨૧ ગુજરાતી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: તાજેતરમાં ફ્રાન્સમાં ફ્લાઈટને રોકવામાં આવી હતી. જેમાં અમેરિકામાં ઘૂસણખોરીના ષડ્યંત્રનો મોટો મામલો તપાસમાં બહાર આવ્યો છે. જેમાં ગુજરાતી સહિત ૩૦૩ પ્રવાસીઓ ઝડપાયા હતા. જેમાં ૨૧ જેટલા ગુજરાતી મુસાફરોના નામ બહાર આવ્યા હતા. તેઓ પાટણ, બનાસકાંઠા, માણસા, ગાંધીનગર ગ્રામ્ય અને આણંદના રહેવાસી છે. વેટ્રી એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઈટની તપાસમાં માનવ તસ્કરીનો પર્દાફાશ થયો હતો. માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સે ફ્લાઈટને રોકીને તપાસ હાથ ધરી હતી. કબૂતરબાજી અને એજન્ટને લઇને સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂ
કરવામાં આવી છે. આ રેકેટની તપાસ માટે ચાર ટીમો બનાવી છે. તપાસમાં ચાર ડીવાયએસપીની ૧૬ પોલીસ અધિકારીઓની ટીમ તપાસમાં જોડાઈ છે. ભોગ બનનારના પરિવારના નિવેદનો લઈને સીઆઈડી ક્રાઇમ તપાસ શરૂ કરી છે. બીજી તરફ ફ્રેન્ચ કસ્ટડીમાંથી મુક્ત કરાયેલા ભારતીય નાગરિકો મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા હોવાનું જાણવા મળ્યુ છે. આમાંના મોટાભાગના લોકો પંજાબ, ગુજરાત અને દક્ષિણ ભારતના છે. ભોગ બનનારના નિવેદન લઈને તપાસ શરૂ કરી છે. આ વચ્ચે કેટલા એજન્ટો, પૈસા લીધા, શું વાયદા કર્યા તે તપાસ કરવામાં આવી રહી છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?