નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

આ સીટ પર જે પક્ષ જીતે છે તે કેન્દ્રમાં સરકાર બનાવે છે

લોકસભા ચૂંટણી માટે મતદાનના તમામ સાત તબક્કા હવે પૂર્ણ થઈ ગયા છે. દરેક લોકો 4 જૂને ચૂંટણીના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. હાલમાં એક્ઝિટ પોલ આવી રહ્યા છે, જેમાં મોદી સરકાર ત્રીજી વાર સત્તામાં આવી રહી છે એવા સમાચાર છે, તો કેટલાક એક્ઝિટ પોલમાં I.N.D.I.A ગઠબંધન 295 જેટલી સીટ લાવીને સરકાર બનાવશે એમ કહેવામાં આવ્યું છે, પરંતુ તે પહેલા દેશની બેલવેધર બેઠકો સમાચારમાં છે. બેલવેધર બેઠકો એવી છે કે જેના પર એવું કહેવાય છે કે આ બેઠક પરથી જે પક્ષ જીતે છે તેની સરકાર કેન્દ્રમાં રચાય છે. ચાલો દેશની બેલવેધર બેઠકો પર એક નજર કરીએ.

1) આપણે જમ્મુની લોકસભાની સીટની વાત કરીએ તો અહીંથી ભાજપ 1998 1999 2014 અને 2019માં જીત્યું હતું અને આ સમય દરમિયાન કેન્દ્રમાં પણ ભાજપની સરકાર બની હતી. આ ઉપરાંત 2004 અને 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આ બેઠક જીતી હતી અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી.

2) હવે આપણે કાશ્મીરની ઉધમપુર લોકસભા બેઠક વિશે જાણીએ તો અહીંથી કોંગ્રેસ 1984 1989 2004 અને 2009 માં જીતી હતી અને તેણે કેન્દ્રમાં સરકાર બનાવી હતી જ્યારે 1996 1998 1999 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં અહીંથી ભાજપનો વિજય થયો હતો અને કેન્દ્રમાં ભાજપની સરકાર બની હતી.

3)ઝારખંડની રાંચીની બેલવેધર સીટની વાત કરીએ તો 1996 1998 1999 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે અહીંથી જીત મેળવી હતી અને કેન્દ્રમાં સરકાર બનાવી હતી જ્યારે 2004 અને 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે રાંચીની બેઠક પર જીત મેળવી હતી અને એ દરમિયાન કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવી હતી.

4) હવે આપણે રાજસ્થાનની અલવર લોકસભા બેઠક વિશે જાણીએ. 1999, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીંથી વિજય મેળવ્યો હતો અને કેન્દ્રમાં ભાજપની સરકાર બની હતી જ્યારે 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં અહીંથી કોંગ્રેસ જીતી હતી અને તેણે કેન્દ્રમાં સરકાર બનાવી હતી.

5) હરિયાણાની અંબાલા લોકસભા સીટ પર 1999, 2014 અને 2019માં ભાજપે જીત મેળવીને કેન્દ્રમાં સરકાર બનાવી હતી જ્યારે 2004 અને 2009ની ચૂંટણીમાં કોંગ્રેસ જીતી હતી અને તેણે કેન્દ્રમાં સરકાર બનાવી હતી.

6) હરિયાણાની ફરીદાબાદ લોકસભા સીટ પણ બેલવેધર સીટ ગણાય છે. 1980, 1984, 1989, 1991, 2004 અને 2009માં અહીંથી કોંગ્રેસનો વિજય થયો હતો અને તેણે કેન્દ્રમાં સરકાર બનાવી હતી. 1996, 1998, 1999, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં અહીંથી ભાજપે જીત મેળવી હતી અને કેન્દ્રમાં સરકાર બનાવી હતી.

7)હરિયાણાની કરનાલ બેઠક પણ કંઇક આવી જ કહાની કહે છે. 1999, 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપે આ સીટ જીતીને કેન્દ્રમાં સરકાર બનાવી હતી. 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અહીંથી જીતી હતી અને કેન્દ્રમાં સરકાર બનાવી હતી.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો