નવી દિલ્હી: NEET-UG પરીક્ષાને રદ કરવા અને ફરીથી પરીક્ષા યોજવા સહિત સંબંધિત અરજીઓ પર સુપ્રીમ કોર્ટ(Supreme court)માં મહત્વપૂર્ણ સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયધીશ ડી વાય ચંદ્રચુડ(DY Chandrachud)એ કહ્યું કે જો પરીક્ષાની પવિત્રતા પર અસર થઈ છે, તો ફરીથી પરીક્ષાનો આદેશ આપી શકાય છે. પહેલીવાર સરકારે કોર્ટમાં કબૂલ્યું છે કે પેપર લીક થયું છે.
CJI ડી વાય ચંદ્રચુડે કહ્યું કે આપણે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે કુલ 23 લાખ વિદ્યાર્થીઓ છે. પેપર લીક કેવી રીતે થયું તે પણ જોવાનું રહેશે. જો ગેરરીતિ કરનારા ઉમેદવારોને ઓળખી નહીં શકાય, તો અમારે ફરીથી પરીક્ષા યોજવાનો આદેશ આપવો પડશે.
શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં કેન્દ્ર સરકારે NEET-UG પરીક્ષા રદ કરવાનો વિરોધ કર્યો હતો. સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે સમગ્ર પરીક્ષા રદ થવાથી લાખો પ્રમાણિક વિદ્યાર્થીઓને નુકસાન થશે.
જે વિદ્યાર્થીઓએ પેપર રદ કરવાની માંગણી કરી હતી તેમના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે પરીક્ષાના એક દિવસ પહેલા એક ટેલિગ્રામ ચેનલ પર પ્રશ્નપત્ર શેર કરવામાં આવ્યું હતું, ઉત્તરવહી પણ મોકલવામાં આવી હતી.
વિદ્યાર્થીઓના વકીલે કહ્યું કે પરીક્ષાનું સંચાલન કરતી NTAએ પણ સ્વીકાર્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓને ખોટા પેપર પણ મળ્યા હતા. આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે NEETનું પેપર લીક થયું હતું. આ મામલે પટનામાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.
વકીલે કોર્ટને જણાવ્યું કે બિહાર પોલીસને મળેલા પુરાવા મોટા પાયે પેપર લીક થવા તરફ ઈશારો કરે છે. આ પરીક્ષામાં, 67 બાળકોએ 720 માંથી 720 ગુણ મેળવ્યા હતા, જેમાંથી 6 એક જ કેન્દ્રના હતા. આવું પહેલા ક્યારેય નથી બન્યું.
કોર્ટે સવાલ પૂછ્યો કે તમારી પાસે એવા કયા પુરાવા છે જેના આધારે તમે ફરીથી પરીક્ષા યોજવાની માંગ કરી રહ્યા છો? તેના પર વકીલે કહ્યું કે જો સિસ્ટમ સ્તરે જ છેતરપિંડી સાબિત થઈ રહી છે, તો તે સમગ્ર પરીક્ષાની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કરે છે.
વકીલે કહ્યું કે કોર્ટે અગાઉની સુનાવણી દરમિયાન એમ પણ કહ્યું હતું કે અમે એ સુનિશ્ચિત કરીશું કે એક પણ વિદ્યાર્થી ખોટી રીતે કે ગેરરીતિ સાથે પ્રવેશ ન લઈ શકે. વકીલે કહ્યું કે બિહાર પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ સમગ્ર સિસ્ટમમાં ખામી છે.
તેના પર કોર્ટે પૂછ્યું કે તેનો અર્થ એ છે કે NTA એ સ્વીકાર્યું છે કે પેપર લીક થયું હતું? સોલિસિટર જનરલે કહ્યું કે આવો કિસ્સો માત્ર એક જ જગ્યાએ સામે આવ્યો છે, તે કેસમાં પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને લાભ મેળવનારા લોકોની ઓળખ કરવામાં આવી છે.
પહેલીવાર સરકારે કોર્ટમાં કબૂલ્યું છે કે પેપર લીક થયું છે. સરકારે કહ્યું કે આવી ફરિયાદ માત્ર પટનામાં જ મળી હતી જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
જેના પર CJIએ પૂછ્યું કે, તમે કહેવાનો પ્રયાસ કરી રહ્યા છો કે સમગ્ર પરીક્ષાની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થયા છે. આવી સ્થિતિમાં કોને ફાયદો થયો કે નહીં તે જાણવું મુશ્કેલ બની ગયું છે.
Also Read –