રામલલાની જૂની મૂર્તિને નવી મૂર્તિ સામે રાખવામાં આવશે
અયોધ્યા (ઉત્તર પ્રદેશ): શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરિએ કહ્યું હતું કે અસ્થાયી મંદિરમાં રાખવામાં આવેલી રામલલાની જૂની મૂર્તિ નવી મૂર્તિની સામે મૂકવામાં આવશે, જેને અહીં ૨૨ જાન્યુઆરીના રોજ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે રામ મંદિરના નિર્માણમાં અત્યાર સુધીમાં ૧,૧૦૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે અને કામ પૂર્ણ કરવા માટે અન્ય ૩૦૦ કરોડ રૂપિયાની જરૂર પડી શકે છે, કારણ કે બાંધકામ હજુ પૂર્ણ થયું નથી. ગત સપ્તાહે રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની ૫૧ ઇંચની મૂર્તિ મૂકવામાં આવી હતી. ભગવાન રામની ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી હતી, જેમાંથી મૈસૂર સ્થિત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિ ‘પ્રાણપ્રતિષ્ઠા’ માટે પસંદ કરવામાં આવી છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે અન્ય બે મૂર્તિઓનું શું થશે તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચીએ કહ્યું હતું કે અમે તેમને સંપૂર્ણ સન્માન સાથે મંદિરમાં રાખીશું. એક મૂર્તિ અમારી પાસે રાખવામાં આવશે કારણ કે અમને ભગવાન શ્રી રામના કપડાં અને ઝવેરાત માપવા માટે તેની જરૂર પડશે.
રામલલાની વાસ્તવિક મૂર્તિ અંગે ગિરિએ કહ્યું હતું કે તે રામ લલાની સામે મૂકવામાં આવશે. મૂળ મૂર્તિનું ખૂબ મહત્ત્વ છે. તેની ઊંચાઈ પાંચથી છ ઈંચ છે અને તે ૨૫થી ૩૦ ફૂટના અંતરથી જોઈ શકાતી નથી. તેથી અમને મોટી પ્રતિમાની જરૂર હતી. ગિરિએ કહ્યું હતું કે “મંદિરનો એક માળ પૂર્ણ થઈ ગયો છે અને અમે બીજો માળ બનાવવા જઈ રહ્યા છીએ.