નેશનલ
વૈષ્ણોદેવીમાં શ્રદ્ધાળુઓની સંખ્યા એક દાયકામાં સૌથી વધુ
જમ્મુ: વૈષ્ણોદેવીના મંદિરની આ વર્ષે અત્યાર સુધીમાં ૯૩.૫૦ લાખથી વધુ યાત્રાળુઓએ મુલાકાત લીધી છે – જે એક દાયકામાં સૌથી વધુ છે.
મંદિરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોમવાર સુધીમાં કુલ ૯૩.૫૦ લાખ લોકોએ મંદિરની મુલાકાત લીધી હતી, જે ૨૦૧૩ના ૯૩.૨૪ લાખના આંકડાને વટાવી ગઈ હતી.
તીર્થયાત્રાના ઇતિહાસમાં સૌથી વધુ સંખ્યા ૨૦૧૨માં હતી, જ્યારે ૧,૦૪,૦૯,૫૬૯ ભક્તો આવ્યાં હતા, ત્યારબાદ ૨૦૧૧માં ૧,૦૧,૧૫,૬૪૭ ભક્તો આવ્યાં હતા. દરરોજ ૩૭,૦૦૦થી ૪૪,૦૦૦ શ્રધ્ધાળુઓ મંદિરની યાત્રાએ આવે છે.આ વર્ષે, એવું અનુમાન છે કે માતાના દર્શન માટે આવનારા ભક્તોની સંખ્યા ૯૫ લાખને વટાવી જશે.ઑક્ટોબરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા સ્કાયવોક અને પુન:નિર્મિત પાર્વતી ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઑક્ટોબરમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ભક્તો માટે ‘લાઇવ દર્શન’ સુવિધા શરૂ કરી હતી.