નેશનલ

યુપીના આ ત્રણ રેલવે સ્ટેશનના નામ બદલાયા

જાહેરનામું બહાર પડ્યું

લખનઊઃ ઉત્તર પ્રદેશના ત્રણ રેલ્વે સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા છે. ઉત્તર રેલ્વેએ આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. સૂચના અનુસાર, પ્રતાપગઢ સ્ટેશન હવે મા બેલ્હા દેવી ધામ પ્રતાપગઢ જંક્શન તરીકે ઓળખાશે.

એ જ રીતે અંતુને મા ચંદ્રિકા દેવી ધામ અંતુ તરીકે અને બિશનાથગંજને શનિદેવ ધામ બિશનાથગંજ તરીકે ઓળખવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આ ત્રણ પ્રતાપગઢના મુખ્ય ધાર્મિક સ્થળો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, રેલવે ટૂંક સમયમાં કેટલાક વધુ રેલવે સ્ટેશનોના નામ પણ બદલી શકે છે. મોહનલાલગંજના બીજેપી સાંસદ કૌશલ કિશોરે ભારતીય રેલ્વે સ્ટેશનનું નામ બદલીને શ્રી બુધેશ્વર ધામ સ્ટેશન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જે સ્ટેશનોની આસપાસ ધાર્મિક સ્થળો છે તેના નામ પર સ્ટેશનના નામ રાખવામાં આવશે. થોડા સમય પહેલા ઝાંસી રેલવે સ્ટેશનનું નામ પણ બદલવામાં આવ્યું હતું. ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી રેલ્વે સ્ટેશન રાખવામાં આવ્યું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button