નેશનલ

અહો આશ્ચર્યમ્, વિધાનસભ્ય સૂતળી બોમ્બનો હાર પહેરી પહોંચ્યા વિધાનસભા અને…

હેડિંગ વાંચીને જ તમને થયું ને કે ભાઈ આખરે એવું તે શું થયું કે વિધાનસભ્યએ આવું કરવું પડ્યું અને આખરે ઘટના ક્યાંની છે, મુંબઈની કે પછી બીજે ક્યાંયની… તો તમારી જાણ માટે આ ઘટના મધ્ય પ્રદેશની છે.

મધ્ય પ્રદેશના હરદા ખાતે કોંગ્રેસના વિધાનસભ્ય રામકિશોર દોગને સુતળી બોમ્બનો હાર પહેરીને વિધાનસભા પહોંચ્યા હતા જેને કારણે પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. પરંતુ બાદમાં ખબર પડી કે આ બોમ્બ તો નકલી હતા. પરંતુ આ રીતે વિધાનસભામાં પહોંચવાનું કારણ એવું હતું કે હરદા ખાતે એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં ધડાકો થયો હતો. આ ઘટનાનો વિરોધ કરવા માટે વિધાનસભ્ય આ રીતે વિધાનસભા પહોંચ્યા હતા.

કોંગ્રેસના આ વિધાનસભ્યનું એવું માનવું હતું કે મૃતકોના પરિવારજનોને ચાર લાખની ભરપાઈ અને કલેક્ટરના સસ્પેન્શનથી કંઈ જ થવાનું નથી. હરદા ખાતે આવેલી ફટાકડાની ફેકટરીમાં થયેલા વિસ્ફોટ બાદ રાજ્ય સરકારે કલેક્ટર ઋષિ ગર્ગે પદભ્રષ્ટ કર્યા હતા જ્યારે પોલીસ નીરિક્ષક કુમાર કંચનને ભોપાળના હેડક્વાર્ટર ટ્રાન્સફર કરી દીધા હતા.

વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે હરદા ખાતેની આ ઘટનાનો મુદ્દો ગૃહમાં ગાજી રહ્યો છે. વિપક્ષ સરકારને આ મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરી રહી છે અને આ જ પ્રયાસના આક્રમક ભૂમિકાનાભાગરૂપે આજે સ્થાનિક વિધાનસભ્યએ આ રીતે બોમ્બની માળા પહેરીને વિરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પાંચ મજૂરોને એક એક લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને 25,000 રૂપિયાની સહાયની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. મૃત વ્યક્તિના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં 10 જણના મૃત્યુ થયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button