મરાઠા અનામત આંદોલન હિંસક બન્યું
એનસીપી ધારાસભ્યના મકાનને અને મહાનગરપાલિકાની ઈમારતને આગ ચાંપવામાં આવી
આક્રોશ: મરાઠા આરક્ષણ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોએ સોમવારે મહારાષ્ટ્રના બીડમાં એનસીપીના એમએલએના નિવાસસ્થાનને આગ ચાંપી હતી. (એજન્સી)
મુંબઇ: એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં મરાઠા આરક્ષણ કાર્યકરોના એક જૂથ સોમવારે સ્થાનિક એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકેના નિવાસસ્થાનને આગ લગાડ્યા પછી, મુંબઈથી ૪૦૦ કિલોમીટરથી દૂર પરલી રોડ પર માજલગાંવ મ્યુનિસિપલ કાઉન્સિલ બિલ્ડિંગમાં તોડફોડ કરી હતી . લાકડીઓ અને પથ્થરોથી સજજ આ જૂથે બિલ્ડિંગની બારીના કાચને નુકસાન પહોંચાડ્યું હતું. તોડફોડ કરનારાઓએ બિલ્ડિંગના પહેલા માળે આગ લગાડી, ત્યાંનું ફર્નિચર સળગાવી દીધું હતું . ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી. પોલીસે મ્યુનિસિપલ કાઉન્સિલ બિલ્ડિંગને આગ લગાડવામાં સામેલ વ્યક્તિઓને ઓળખવા માટે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવાનું શરૂ કર્યું છે અને તેમની સામે ગુનો નોંધવાની પ્રક્રિયા ચાલુ છે.
છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ગંગાપુર ખાતેની બીજી ઘટનામાં, મરાઠા ક્વોટા સમર્થકોના જૂથે ભાજપના ધારાસભ્ય પ્રશાંત બંબની ઓફિસની અંદરની બારી અને ફર્નિચરને નુકસાન પહોંચાડ્યું હતું, ત્યારબાદ બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. હિંસા અને આગચંપી એવા સમયે થઈ છે જ્યારે ક્વોટા કાર્યકર્તા મનોજ જરાંગે ૨૫ ઑક્ટોબરથી મરાઠા સમુદાય માટે આરક્ષણની માગ સાથે આંદોલનના બીજા તબક્કાના ભાગ રૂપે જાલના જિલ્લાના અંતરવાલી સરતી ગામમાં અનિશ્ર્ચિત ઉપવાસ પર છે.
અધર બૅકવર્ડ ક્લાસ (ઓબીસી) અંતર્ગત શિક્ષણ અને સરકારી નોકરીમાં અનામતની માગણી સાથે રાજ્યના વિવિધ વિસ્તારમાં મરાઠા સમુદાયના લોકો દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
આરક્ષણ ઝુંબેશના બીજા તબક્કાના ભાગરૂપ જારંગે પચીસ ઑક્ટોબરથી જાલના જિલ્લાના અંતરવાલી લારાતી ગામમાં અચોક્કસ મુદતના ઉપવાસનો આરંભ કર્યા બાદ વિરોધપ્રદર્શન વધુ ઉગ્ર બન્યું હતું.
જારંગ ૨૯ ઑગસ્ટથી ૧૪ સપ્ટેમ્બર સુધી ભૂખ હડતાળ પર હતા, પરંતુ રાજ્ય સરકારે આરક્ષણની માગણીને ધ્યાન પર લેવાની ખાતરી આપ્યા બાદ વિરોધપ્રદર્શન પાછું ખેંચી લીધું હતું. (એજન્સી)