કર્ણાટક સરકારે સ્થાનિકોની પરિવહન ક્ષેત્રની સુવિધા માટે લીધો મોટો નિર્ણય
બેંગલુરુ: કર્ણાટક રાજ્ય સરકારે સ્થાનિક લોકોની પરિવહન ક્ષેત્રની વધુ ઝડપી અવરજવર કરી શકે તેની સુવિધા માટે એકસાથે 100થી વધુ નવી નોન-એસી બસની સુવિધા શરુ કરી છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ સોમવારે અહીં 100 નવી ડિઝાઇન કરેલી અશ્વમેધ ક્લાસિક પોઇન્ટ-ટુ-પોઇન્ટ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી બતાવી હતી.
કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (કે એસ આર ટી સી) દ્વારા શરૂ કરેલી નવી બસ તો ખાસ કરીને જે કર્ણાટક સરીજ – નોન-એસી બસોનું અપગ્રેડેડ વર્ઝન છે, તે જિલ્લા મુખ્યાલય અને બેંગલુરુ વચ્ચેના પોઈન્ટ ટુ પોઈન્ટ રૂટ પર ચાલશે.
આ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમાર અને પરિવહન પ્રધાન રામલિંગા રેડ્ડી હાજર હતા. આ પ્રસંગે બોલતા સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્ય પરિવહન એકમોના કાફલામાં 5,800 બસો ઉમેરવામાં આવશે.
કોર્પોરેશનનાં અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવી સામેલ કરાયેલી બસોમાં આગળ અને પાછળના એલ ઈ ડી ડેસ્ટિનેશન બોર્ડ, ડેશબોર્ડ, ઈલેક્ટ્રોનિક વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ, વ્હીકલ લોકેશન ટ્રેક યુનિટ, પેનિક બટન્સ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ અન્ય મુખ્ય ફીચર્સ છે.
કોર્પોરેશને ચાલુ નાણાકીય વર્ષમાં 948 નવી ડીઝલ અને 300 ઈલેક્ટ્રિક બસ સામેલ કરવાની યોજના બનાવી છે. ડિસેમ્બરના અંત સુધીમાં તેણે કુલ 180 બસો (153 ડીઝલ અને 27 ઇલેક્ટ્રિક) ઉમેરી હતી.