નેશનલ

ભારત-પાક મેચમાં વરસાદનું વિઘ્ન મેચ આજે ‘રિઝર્વ ડે’ના રમાશે

કોલંબો: અહીં ભારત અને પાકિસ્તાનની એશિયા કપની રવિવારની મેચમાં સતત બે વાર વરસાદનું વિઘ્ન આવતા આ મેચ હવે ‘રિઝર્વ ડે’ના સોમવારે રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. ભારતે ૨૪.૧ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૧૪૭ રન કર્યા હતા. ત્યારે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. લગભગ દોઢેક કલાક પછી અમ્પાયરોએ ઈન્સ્પેકશનની શરૂઆત કરી હતી. ઈન્સ્પેકશન પત્યું ત્યાં જ ફરી વરસાદ શરૂ થતાં મેચ રિઝર્વ ડેનાં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અગાઉ, ભારતના બંને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા (૫૬ રન) અને શુભમન ગિલ (૫૮ રન) અડધી સદી કરીને આઉટ થયા હતા.
મેચ રિઝર્વ ડેના પૂરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે વિરાટ કોહલી આઠ રન અને કે. એલ. રાહુલ ૧૭ રન કરીને બેટિંગ કરી રહ્યા હતા. (એજન્સી)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button