નેશનલ

આવકવેરા વિભાગે આઠ કરોડની કિંમતના દાગીના અને અધધધ રોકડ જપ્ત કરી…

આવકવેરા વિભાગે કર્ણાટક, તેલંગાણા, દિલ્હી અને આંધ્રપ્રદેશમાં 55 થી વધુ સ્થાનો પર કોન્ટ્રાક્ટરો અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ, કોન્ટ્રાક્ટરના પુત્ર, જિમ્નેશિયમના પ્રશિક્ષક અને આર્કિટેક્ટ સહિત અનેક લોકોના ઘર પર આવકવેરા વિભાગના દરોડા આજે સવાર સુધી ચાલુ રહ્યા હતા. આ પછી સીબીડીટીએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે વિભાગે કર્ણાટક અને અન્ય કેટલાક સ્થળોએ કેટલાક અન્ય લોકો સાથે સરકારી કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ દરોડા પાડ્યા પછી, 94 કરોડ રૂપિયા રોકડા, 8 કરોડ રૂપિયાના ઘરેણાં અને 30 મોંઘી ઘડિયાળો જપ્ત કરવામાં આવી છે.

આ દરોડા 12 ઓક્ટોબરથી ચાલી રહ્યા હતા અને આ અંતર્ગત 55 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઈન્કમટેક્સે બેંગ્લોર ઉપરાંત તેલંગાણા, આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં પણ કેટલીક જગ્યાએ દરોડા પાડ્યા હતા. કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા જગદીશ શેટ્ટરે બેંગલુરુમાં આવકવેરા વિભાગના દરોડામાં કરોડો રૂપિયાની જપ્તી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે પૂછ્યું પુરાવા શું છે?

બિનહિસાબી” રોકડની વસૂલાત બાદ કર્ણાટકની સત્તાધારી કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ વચ્ચે આ મુદ્દે શબ્દ યુદ્ધ છેડાયું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ નલિન કુમાર કાતિલે કહ્યું કે આ પૈસા કોંગ્રેસ સાથે સંબંધિત છે. દરમિયાન મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ આ આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે. તમને જણાવી દઈએ કે CBDT આવકવેરા વિભાગ માટે નીતિઓ બનાવે છે.

દરોડા દરમિયાન દસ્તાવેજોની હાર્ડ કોપી અને ડિજિટલ ડેટા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓએ માત્ર કરચોરી જ કરી નથી પરંતુ કોન્ટ્રાક્ટરોએ નકલી ખરીદી કરીને ખર્ચ વધારીને તેમની આવક ઓછી કરી છે. દરોડા દરમિયાન, ગુડ્સ રિસિપ્ટ નોટ (GRN) વેરિફિકેશનમાં વિસંગતતાઓ મળી આવી હતી અને ઘણા દસ્તાવેજોમાં મોટી વિસંગતતાઓ મળી આવી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ કોન્ટ્રાક્ટરો બિન-વ્યાવસાયિક હેતુઓ માટે બુકિંગ ખર્ચમાં પણ સામેલ હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button