નેશનલ

તેલંગણાના પ્રધાનના પોલીસ એસ્કોર્ટના ઈન્ચાર્જે ભર્યું આ પગલું

હૈદરાબાદઃ ત્રણ રાજ્યની વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે, ત્યારે પ્રચારપ્રસાર માટે આ રાજયોમાં હિલચાલ વધી રહી છે. તેલંગણા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે, ત્યારે આજે તેલંગણામાંથી મોટા સમાચાર જાણવા મળ્યા હતા. તેલંગાણાના શિક્ષણ પ્રધાનના એસ્કોર્ટ ઈન્ચાર્જ તરીકે કામ કરતા પોલીસે પોતાને ગોળી મારીને આપઘાત કર્યો હતો.

એસ્કોર્ટ ઈન્ચાર્જ તરીકે કામ કરતા સબિથા ઇન્દ્રા રેડ્ડીના એસ્કોર્ટ ઇન્ચાર્જ તરીકે કામ કરતા એક ૫૯ વર્ષીય પોલીસકર્મીએ રવિવારે અહીં પોતાના સર્વિસ હથિયાર વડે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હોવાના અહેવાલ છે.

પોલીસના જણાવ્યા અનુસાર આર્મ્ડ રિઝર્વમાં સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ફઝલ અલીએ કથિત રીતે જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશનની હદ હેઠળની એક હોટલ પાસે સવારે લગભગ ૭ વાગ્યે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.

ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ(વેસ્ટ ઝોન) ડી. જોએલ ડેવિસે જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતીના આધારે આર્થિક ભીંસ કારણભૂત હોવાનું જાણવા મળે છે. તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પ્રધાને પણ સ્થળ મુલાકાત કરી હતી. આ અંગે વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button