ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

માર્ચમાં આ દિવસે ત્રણ રાશિના જાતકોની ખુશીઓને લાગશે ચંદ્રગ્રહણ…

2024નું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે એટલે કે 25મી માર્ચના થઈ રહ્યું છે. જોકે, આ ગ્રહણ ભારતમાં ન દેખાવવાનું હોવાથી કોઈ પણ સૂતક કાળ કે કંઈ પણ માન્ય નહીં ગણાય. પરંતુ આ ગ્રહણની અસર ચોક્કસ જોવા મળશે. મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષીના જણાવ્યા અનુસાર આ ગ્રહણની કેટલીક રાશિઓ પર સારી અસર જોવા મળશે, તો કેટલીક રાશિ પર તેની નકારાત્મક અસર જોવા મળી રહી છે. ફાગણ મહિનાની પૂનમના દિવસે 2024નું પહેલું ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે ત્યારે ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન સાવધ રહેવું પડશે…

સિંહ રાશિની વાત કરીએ તો વર્ષના પહેલાં ચંદ્ર ગ્રહણને કારણે આ રાશિના લોકોએ જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પડકારોનો સામનો કરવો પડશે. આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકોએ વિરોધીઓથી સાવધ રહેવું પડશે. કોઈ પણ કામમાં ધીરજ જાળવી રાખો. સિંહ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. જો શક્ય હોય તો આ સમય દરમિયાન યોગ અને ધ્યાનની મદદ લો. નોકરીમાં તમે દબાણ અનુભવશો. પ્રેમ સંબંધોમાં થોડો તણાવ જોવા મળી શકે છે.

મિથુન રાશિના લોકો પર પણ ચંદ્રગ્રહણની મિશ્ર અસર જોવા મળશે. સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમે તણાવ અને થાક અનુભવી શકો છો. નોકરી કે ધંધામાં કોઈપણ પગલું ભરવામાં સાવધાની રાખો. જો શક્ય હોય તો, વ્યવસાયમાં કંઈપણ નવું કરવાનો પ્રયાસ કરશો નહીં. પ્રેમ સંબંધોમાં પરેશાની રહેશે. જો શક્ય હોય તો આ સમસ્યાને દૂર કરવા માટે તમારા પાર્ટનર સાથે વાત કરો.

વૃશ્ચિક રાશિના લોકો પર પણ ચંદ્રગ્રહણની નકારાત્મક અસર જોવા મળી શકે છે. આ સમય દરમિયાન ગુસ્સો કરવાથી બચો. જો શક્ય હોય તો, ઝઘડાથી દૂર રહો. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો, અકસ્માતનો ભય રહી શકે છે. તે જ સમયે, સફળતા હાંસલ કરવા માટે તમારે જોખમ ઉઠાવવું પડી શકે છે. ચંદ્રગ્રહણ આ રાશિ માટે નવા નવા પડકારો ઊભા કરશે. તેથી, જો શક્ય હોય તો, ચંદ્રગ્રહણ દરમિયાન સાવધ રહેવું પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button