નેશનલ

ગુજરાત મેરીટાઇમ બોર્ડ ભારતીય નૌકાદળ માટે બ્રેકવોટર અને બે જેટી બાંધશે

પોરબંદર: ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી) પોરબંદર અને દ્વારકા જિલ્લામાં ભારતીય નૌકાદળ માટે ૧,૦૩૮ કરોડ રૂપિયાના ખર્ચે બ્રેકવોટર અને બે જેટીનું નિર્માણ કરશે, એમ ભારતીય નૌકાદળના અધિકારીએ જણાવ્યું હતું. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નેવીએ તાજેતરમાં જ જીએમબી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

સત્તાવાર રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે જીએમબી પોરબંદર ખાતે એક બ્રેકવોટર અને એક જેટી અને દ્વારકા જિલ્લામાં ઓખા ખાતે બીજી જેટી બાંધશે અને બંને પ્રોજેક્ટનો સંયુક્ત અંદાજિત ખર્ચ ૧,૦૩૮ કરોડ રૂપિયા છે. બ્રેકવોટર એ દરિયાકાંઠાના વિસ્તારમાં ભરતી, દરિયાઇ કરન્ટ અને તોફાન સામે રક્ષણ આપવા માટે બાંધવામાં આવેલ બાંધકામ છે. બ્રેકવોટર દરિયાકિનારાના ધોવાણને અટકાવે છે.

પોરબંદરમાં હાલના બ્રેકવોટરની પૂર્વ બાજુએ ૨,૫૦૦ મીટર લાંબુ બ્રેકવોટર બનાવવામાં આવશે. નૌકાદળમાં સામેલ કરવામાં આવતા નવી પેઢીના જહાજોના બેસિંગની સુવિધા માટે પોરબંદરમાં ૬૦૦ મીટર લાંબી જેટી પણ બનાવવામાં આવશે. ઇસ્ટ બ્રેકવોટર અને જેટીનો અંદાજિત બાંધકામ ખર્ચ અંદાજે ૮૮૮ કરોડ રૂપિયા છે અને કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે ક્ધસલ્ટન્સી સેવાઓ હાયર કરવાની મંજૂરી આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button