નેશનલ

અંતરિક્ષમાં જોવા મળી મહાકુંભની ભવ્યતા, ISROએ જારી કરી સેટેલાઇટ તસવીરો

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડો મહાકુંભ ચાલી રહ્યો છે. ભારતીય અવકાશ એજન્સી ઈસરો દ્વારા ઉપગ્રહની મદદથી મહાકુંભની તસવીરો લેવામાં આવી છે, જેમાં આ મહાકુંભની ભવ્યતા અને દિવ્યતાના દર્શન થઈ રહ્યા છે. તસવીરોમાં મહાકુંભ મેળા માટે બનાવવામાં આવેલું વિશાળ ઇન્ટ્રાસ્ટ્રકચર જોવા મળે છે. યુપીનું વહીવટી તંત્ર પણ મેળા દરમિયાન આફતો અને નાસભાગ જેવી ઘટનાઓ ઘટાડવા માટે સેટેલાઇટ તસવીરોનો ઉપયોગ કરી રહ્યું છે. 45 દિવસ સુધી ચાલનારા આ મેળામાં લગભગ 40 કરોડ લોકો આવવાની અપેક્ષા છે.

ISROના નિવેદનમાં EOS-04 (RISat-1A) ‘C’બેન્ડ માઇક્રોવેવ સેટેલાઇટના ઉપયોગથી લેવામાં આવેલા તસવીરો અને ટેન્ટ સિટી વિશે માહિતી આપવામાં આવી છે. ઇસરોની તસવીરો પ્રયાગરાજ મહાકુંભની દિવ્યતા, સુંદરતા અને આસ્થા દર્શાવે છે. અહીંનો 12 એકરમાં ફેલાયેલો શિવાલય પાર્ક ઘણો આકર્ષક દેખાય છે.

The grandeur of Mahakumbh seen in space, ISRO releases satellite images
Image Source : X

કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, “આ અદ્યતન ટેકનોલોજી મોટા પાયે ધાર્મિક મેળાવડામાં એક નમૂનો બદલાવ દર્શાવે છે. મહાકુંભ મેળો એ એક તેજસ્વી ઉદાહરણ છે કે કેવી રીતે ટેકનોલોજી અને પરંપરા બધા માટે એક ભવ્ય અનુભવ સર્જી શકે છે.

આ પણ વાંચો…શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે દેશમાં 100 નવી સૈનિક શાળાઓની સ્થાપના: રાજનાથ સિંહ

પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ માટે યુપીમાં મહાકુંભ નગર નામનો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે. આ વર્ષે મહાકુંભ મેળામાં આવનારા શ્રદ્ધાળુઓને રહેવા માટે લગભગ 1,50,000 ટેન્ટ બનાવવામાં આવ્યા છે. તેમાં 3,000 રસોડા, 1,45,000 શૌચાલય અને 99 પાર્કિંગ જગ્યાઓ છે. આ ઉપરાંત મૌની અમાવસ્યાના મહાન દિવસે મહાકુંભ નગરમાં આવતા કરોડો શ્રદ્ધાળુઓ માટે 150થી વધુ સ્પેશિયલ ટ્રેનોને દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button