કેરળના રાજ્યપાલ રસ્તા પર ધરણાં કરવા બેઠા
વિરોધ પ્રદર્શન અને ધરણાં: કોલામ જિલ્લામાં શનિવારે સ્ટૂડન્ટ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (એસએફઆઈ) દ્વારા યોજવામાં આવેલા કાળા વાવટા વિરોધ પ્રદર્શનને રોકવામાં પોલીસને મળેલી કથિત નિષ્ફળતાના વિરોધમાં કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને નિલામલ ખાતે ચાની દુકાન પર ધરણાં કર્યા હતા. એસઆઈએફના કાળા વાવટા વિરોધ પ્રદર્શનનો સામનો કરી રહેલા ગવર્નર તેમની કારમાંથી ઊતર્યા હતા અને રોડ પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના સભ્યોને મળ્યા હતા અને રાજભવન અને શાસક એલડીએફ વચ્ચેના સંઘર્ષના વધુ એક સંભવિત પ્રકરણને મામલે મુખ્ય પ્રધાન પર પ્રહાર કર્યા હતા. (એજન્સી)
પુડુચેરી: કેરલમાં એક કાર્યક્રમમાં જતી વખતે રાજ્યપાલ આરિફ મોહમ્મદનો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સભ્યોએ કાળા ઝંડા બતાવ્યા હતા અને રાજ્યપાલના વિરોધમાં ‘ગો બેક’ ના નારા લગાવ્યા હતા. ત્યાર બાદ નારાજ થયેલા રાજ્યપાલ રસ્તાની બાજુમાં ધરણાં પર બેસી ગયા. તેમણે પોલીસ અધિકારીઓને પણ ઠપકો આપ્યો અને પોતાના સાથીદારને કહ્યું કે તેઓ વડા પ્રધાનને ફોન લગાવે અને તેમની સાથે વાત કરાવે.
ઘટનાની જાણકારી મુજબ કોલ્લમના નીલામેલમાં કાર્યકરોના પ્રદર્શન પછી રાજ્યપાલે તેમની કાર રોકી, કારમાંથી બહાર આવ્યા, નજીકની ચાની દુકાનમાંથી ખુરશી મંગાવી અને રસ્તાની બાજુમાં ધરણા પર બેસી ગયા.
રાજ્યપાલે આરોપ લગાવ્યો કે પોલીસે કાર્યકરોને કાળા ઝંડા સાથે વિરોધ કરતા રોકવા માટે કાર્યવાહી ન કરી. વીડિયોમાં રાજ્યપાલ તેમના સહયોગી મોહનને કહી રહ્યા છે કે, મોહન,અમિત શાહ સાહેબ સાથે વાત કરાવો, નહીં તો વડા પ્રધાન સાથે વાત કરાવો.
રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન એક અધિકારીને ઠપકો આપી રહ્યા છે અને અંગ્રેજીમાં કહી રહ્યા છે, ‘ના હું અહીંથી પાછો કેમ જઉં, પોલીસે તેમને પોલીસ સુરક્ષા આપી. હું અહીંથી નહીં જાઉં, પોલીસ પોતે જ કાયદો તોડશે તો કાયદો કોણ ચલાવશે?’
આ હોબાળા અંગે એક કાર્યકર્તાએ કહ્યું કે, બીજેપી કાર્યાલયમાંથી ભલામણ મળ્યા બાદ સુરેન્દ્રનને કોઈપણ લાયકાત વગર ફરીથી સેનેટમાં ફરી લેવામાં આવ્યા હતા. તેથી, છેલ્લા ઘણા મહિનાઓથી રાજ્યપાલ વિરુદ્ધ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે.
કાર્યકર્તાએ કહ્યું, આજનો વિરોધ તેનો જ એક ભાગ હતો. અમે કોઈપણ સમાધાન માટે તૈયાર નથી. તેઓએ અમને ગુનેગાર કહ્યા, તેથી અમે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરીને તેમને અમારા વિરોધની તાકાત બતાવીશું. અમે સંદેશ આપવા માંગીએ છીએ કે કોઈપણ સમાધાન માટે તૈયાર નથી. ગવર્નર આરિફ મોહમ્મદ ખાનના વિરોધ બાદ હવે પોલીસે ૧૩ કાર્યકરો વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. તેમની સામે આઇપીસીની કલમ ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૨૮૩, ૩૫૩, ૧૨૪, ૧૪૯ હેઠળ દાખલ કરવામાં આવી છે.