નેશનલવેપાર

જીડીપીના નિયમોમા સરકાર દાયકા પછી આ સુધારો કરશે

નવી દિલ્હી: દેશનાં અર્થતંત્રના ચિત્રમાં વધુ સ્પષ્ટતા આવે તે માટે સરકાર આગામી ફેબ્રુઆરી, ૨૦૨૬થી ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ની આકારણી માટેનું પાયાનું વર્ષ જે હાલમાં વર્ષ ૨૦૧૧-૧૨ છે તે બદલીને વર્ષ ૨૦૨૨-૨૩ કરવાની વિચારણા ધરાવે છે. આમ છેલ્લા એક દાયકા પછી પહેલી વખત સુધારો કરવામાં આવશે. આ પૂર્વે વર્ષ ૨૦૧૧-૧૨માં ફેરફાર કરવામાં આવ્યો હતો.

અત્રે યોજાયેલા એક પ્રસંગમાં સંબોધતા મિનિસ્ટ્રી ઑફ સ્ટેટેસ્ટિક્સ ઍન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશનનાં સચિવ સૌરભ ગર્ગે જણાવ્યું હતું કે મંત્રાલય આગામી વર્ષનાં જાન્યુઆરી મહિનાથી પિરિયોડિક લેબર ફોર્સનાં સર્વેક્ષણના માસિક અંદાજો જાહેર કરશે. તેમ જ આગામી ફેબ્રુઆરી, ૨૦૨૬થી જીડીપીનું પાયાકીય વર્ષ (બેઝ યર) વર્ષ ૨૦૨૨-૨૩ને ગણવામાં આવશે.

Also Read – દેશમાં GDP 2 વર્ષના તળિયે, મુખ્ય આર્થિક સલાહકારે કહી આ વાત

આગામી વર્ષ ૨૦૨૬નાં આરંભમાં આ કવાયત પૂરી કરવા માટે બિશ્વનાથ ગોલ્દરનાં અધ્યક્ષપદ હેઠળ નેશનલ એકાઉન્ટ સ્ટેટેસ્ટિક્સ પરના ૨૬ સભ્યોની એડ્વાઈઝરી કમિટી સ્થાપવામાં આવી છે. સામાન્યપણે વપરાશી માગની પદ્ધતિમાં થતાં ફેરફાર, સેક્ટરોની આવશ્યક્તામાં થતી વધઘટ, નવાં ક્ષેત્રોમાં થતાં ઉમેરા જેવાં અન્ય ઘણાં કારણોસર આર્થિક માળખામાં ફેરફારો થતા હોવાથી સ્પષ્ટ આર્થિક ચિત્ર મેળવવા માટે પાયાકીય વર્ષમાં સમયાંતરે ફેરફાર જરૂરી હોવાની સાથે તેમણે ડેટા આધારિત નિર્ણયો લેવા પર વધુ ભાર મૂક્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button