સરકારે સિમી જૂથ પરનો પ્રતિબંધ વધુ પાંચ વર્ષ માટે લંબાવ્યો
નવી દિલ્હી : દેશમાં આતંકવાદ ભડકાવામાં સંડોવણી અને શાંતિ અને કોમી એખલાસનો ભંગ કરવા માટે આંતકવાદી જૂથ સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઑફ ઈન્ડિયા (સિમી) પર મૂકેલો પ્રતિબંધ વધુ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે.
એક્સ પર મૂકેલી પોસ્ટમાં કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે લખ્યું હતું કે વડા પ્રધાનની `આંતકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા’ નીતિને ટેકો આપવા અનલોફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ (યુએપીએ) હેઠળ સિમીને ગેરકાયદે સંગઠન વધુ પાંચ વર્ષ માટે જાહેર કરાયું છે. અટલ બિહારી વાજપેયીની સરકારે 2001માં પહેલી વાર સિમી પર પ્રતિબંધ મૂક્યો હતો. અને ત્યાર બાદ દર વખતે પાંચ વર્ષ માટે તેની મુદત વધારવામાં આવી છે. શાહે કહ્યું હતું કે કેન્દ્રના ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે સિમી આતંકવાદને ભડકાવે છે તથા શાંતિ અને કોમી એખલાસનો ભંગ કરે છે જેથી દેશના સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતા સામે પડકાર ઊભો થાય. કેન્દ્રના ગૃહ મંત્રાલયે એક જાહેરનામામાં કહ્યું હતું કે સિમી તેની વિધ્વંસક પ્રવૃત્તિ કરવાનું અને તેના ભાગતા ફરતા કાર્યકર્તાઓને ફરી સંગઠિત કરી રહી છે
જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું કે આ ગ્રૂપ કોમી વિખવાદ અને દેશવિરોધી ભાવનાનો પ્રસાર કરીને લોકોના મગજમાં ઝેર રેડે છે જેથી દેશના કોમી એખલાસને બગાડી શકાય તથા આતંકવાદ અને દેશની અખંડિતા અને સુરક્ષાને આંચ આવે
એવી પ્રવૃત્તિ કરીને અલગતાવાદનો વધારો કરે છે. (એજન્સી)ઉ