INDIA ગઠબંધનમાં બેઠકોની વહેચણીની ફોર્મ્યુલા તૈયાર, જો આ રીતે વહેચાય તો બધા રહેશે રાજી.. | મુંબઈ સમાચાર

INDIA ગઠબંધનમાં બેઠકોની વહેચણીની ફોર્મ્યુલા તૈયાર, જો આ રીતે વહેચાય તો બધા રહેશે રાજી..

લોકસભા ચૂંટણી માટે એકત્ર થયેલા ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ એટલે કે INDIA ગઠબંધનમાં બેઠકોની વહેચણી કઇ રીતે થશે તેની સંભવિત તસવીરો સામે આવી ગઇ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે લોકસભામાં વિપક્ષના ગઠબંધનની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ 330 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. જેમાંથી લગભગ 250 બેઠકો એકલપંડે લડી શકશે, જ્યારે 75 બેઠકો માટે તેણે ગઠબંધનનો સહારો લેવો પડશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસની ગઠબંધન સમિતિ બેઠકો અંગેનો પોતાનો રિપોર્ટ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સોંપી શકે છે. કોંગ્રેસની રાષ્ટ્રીય ગઠબંધન સમિતિ આવતીકાલે પાર્ટી અધ્યક્ષ ખડગેને તેનો અહેવાલ સુપરત કરશે. આ પછી કોંગ્રેસ નેતૃત્વ સીટ વહેંચણીના મુદ્દે સાથી પક્ષો સાથે વાત કરશે.

જે નવ રાજ્યોમાં કોંગ્રેસ તેના સાથી પક્ષો સાથે બેઠકો વહેંચશે તેમાં દિલ્હી, યુપી, બિહાર, ઝારખંડ, બંગાળ, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ અને જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે. જ્યારે પંજાબમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધનની શક્યતાઓ ઘણી ઓછી છે.

સંબંધિત લેખો

Back to top button