ગોવા એરપોર્ટના રનવે પર શ્વાન ઘુસી જતા ફ્લાઇટ બેંગ્લોર પરત ફરી

ગોવા: ગોવાના ડાબેલિમ એરપોર્ટના રનવે પર અચાનક એક રખડતો શ્વાન આવી જતા વિસ્તારાની ફ્લાઈટનું લેન્ડિંગ અટકાવી દેવામાં આવ્યું અને પ્લેનને બેંગલુરુ પરત ફરવું પડ્યું. ત્રણ કલાક પછી ફ્લાઈટ ફરીથી લેન્ડ થઈ. એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. આ ઘટના સોમવારે બપોરે બની હતી.
ગોવાનું ડાબોલિમ એરપોર્ટ ભારતીય નૌકાદળના બેઝનો એક ભાગ છે. વિસ્તારાની ફ્લાઈટ UK 881 બેંગ્લોરના કેમ્પેગૌડા એરપોર્ટથી બપોરે 12:55 વાગ્યે રવાના થઈ હતી. ફ્લાઇટ બપોરે 03:05 વાગ્યે બેંગલુરુ પરત પહોંચી હતી. ફ્લાઇટ સાંજે 04:55 વાગ્યે બેંગ્લોરથી ફરી રવાના થઇ હતી અને સાંજે 06:15 વાગ્યે ગોવા પહોંચી.
ગોવા એરપોર્ટના અધિકારીએ કહ્યું કે એરપોર્ટના રનવે પર શ્વાન જોવા મળ્યા આવ્યા બાદ વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટના પાઈલટને રોકાવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ ફ્લાઈટ બેંગલુરુ પરત ફરી હતી. કેટલીકવાર રખડતા શ્વાન રનવેમાં ઘૂસી જવાની ઘટનાઓ બને છે, પરંતુ આ વિસ્તારને તરત જ ક્લીયરકરી દેવામાં આવ્યો હતો. છેલ્લા દોઢ વર્ષમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના છે.