પરિણામો અંગે સૌથી પહેલી પ્રતિક્રિયા આવી કોંગ્રેસ પ્રમુખની, જાણો શું કહ્યું?
નવી દિલ્હીઃ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીગગઢ વિધાનસભાની ચૂંટણીમાં અપેક્ષા પ્રમાણે કોંગ્રેસને બેઠકો નહીં મળ્યા પછી કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ત્રણ રાજ્યના પરિણામો નિરાશજનક છે અને અમે હાર સ્વીકારીએ છીએ. કોંગ્રેસને મત આપવા બદલ જનતાનો પણ આભાર માનીએ છીએ. આ ઉપરાંત, તેલંગણામાં બમ્પર મત આપવા બદલ પણ ખડગેએ લોકોનો આભાર માન્યો હતો.
ખડગેએ સોશિયલ મીડિયાના જાણીતા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે હું તેલગણાના લોકો તરફથી મળેલા જનાદેશ માટે આભાર માનું છું. હું બધાનો ખાસ કરીને આભાર માનું છું જેમણે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં અમને મત આપ્યા હતા. આ ત્રણ રાજ્યમાં અમારું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, પરંતુ આ ત્રણ રાજ્યમાં ફરી અમારી સરકાર બનશે તેનો અમે દૃઢ સંકલ્પ કરીએ છીએ.
તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ આ ચારેય રાજ્યમાં જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો હતો. હું અમારા લાખો કાર્યકર્તાઓના પ્રયાસોને સ્વીકારું છું. અમે આ હંગામી અસફળતામાંથી બહાર આવીશું અને વિપક્ષી ગઠબંધનની સાથે લોકસભાની ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર કરે.
કોંગ્રેસે રાજસ્થાન અને છત્તસીગઢમાં ઝટકો લાગ્યો છે, કારણ કે સત્તાના સુકાન છીનવાઈ ગયા છે, જ્યારે મધ્ય પ્રદેશમાં ભાજપને સંપૂર્ણ રીતે બહુમત મળ્યા છે. એના સિવાય કોંગ્રેસને તેલંગણામાં બમ્પર જીત સાથે આગળ વધી રહી છે.