નેશનલ

દેશની સૌપ્રથમ રેપિડએક્સ ટ્રેનને મળ્યું આ નામ

નવી દિલ્હીઃ દેશની પ્રથમ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમની ટ્રેનોના નામ શું હશે તેના પરથી હવે પડદો હટાવી દેવામાં આવ્યો છે. આ રેપિડએક્સ ટ્રેનને ‘નમો ભારત’ નામ આપવામાં આવ્યું છે. આ ભારતની સૌપ્રથમ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) માટેની ટ્રેન હશે. આ કોરિડોરના પ્રારંભિક તબક્કાને 21 ઓક્ટોબરે પ્રવાસીઓની સુવિધા માટે ખોલવામાં આવશે, જ્યારે આવતીકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરશે.

દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરના 17 કિલોમીટર લાંબા રેલ કોરિડોરના પહેલા તબક્કાનું કામકાજ તૈયાર કર્યું છે. આ રેલનું નામ નમો ભારત આપ્યું છે. પહેલા તબક્કામાં સાહિબાબાદથી દુહાઈ સ્ટેશન સુધી 17 કિલોમીટરનો કોરિડોર છે, જેમાં પાંચ સ્ટેશન છે. સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુબાઈ અને દુહાઈ ડેપો છે, જ્યારે આ અંતર પંદરથી સત્તર મિનિટમાં કાપવામાં આવશે. જોકે, 30,274 કરોડ રુપિયાના ખર્ચે કુલ 82 કિલોમીટરનો કોરિડોર તૈયાર કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે એનસી એ નોઈડા એરપોર્ટ પર જતી રેપિડએક્સ ટ્રેન માટે ત્રણ રૂટનો પ્રસ્તાવ મૂક્યો છે.

આ રૂટ ગાઝિયાબાદના રેપિડએક્સ સ્ટેશનથી શરૂ થશે પરંતુ ત્રણેયની ગોઠવણી અલગ હશે. રેપિડએક્સ ગ્રેટર નોઈડા વેસ્ટથી પરી ચોક થઈને યમુના એક્સપ્રેસ વે પર નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ જશે. મેટ્રોના માફક મહિલાઓ માટે અલગ કોચ હશે, જ્યારે પચાસ ટકાથી વધુ મહિલા સ્ટાફ હશે. આ હાઈ સ્પીડ ટ્રેનમાં કુલ છ કોચ હશે, જ્યારે પ્રીમિયમ કેટેગરીના પ્રવાસીઓ માટે એન્જિન પછી એક કોચ અલગ હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button