અયોધ્યાના રામ લલાની પ્રતિમાની પ્રથમ તસવીર જાહેર કરાઇ
ઝળહળાટ: અયોધ્યામાં શુક્રવારે રામમંદિર પર રોશની કરવામાં આવતાં તે ઝળહળી ઉઠયું હતું. (પીટીઆઈ)
રામલલાની પ્રતિમા: અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ શ્રી રામલલાની પ્રતિમાની પહેલી ઝલક. (એજન્સી)
અયોધ્યા: અહીં ૨૨ જાન્યુઆરીએ ’પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહના ત્રણ દિવસ પહેલા શુક્રવારે રામ લલ્લાની પ્રતિમાની પ્રથમ તસવીર જાહેર કરાઇ હતી.
વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારી શરદ શર્માએ જણાવ્યું હતું કે કાળા પથ્થરમાં કોતરેલી પ્રતિમાની આંખો પીળા કપડાથી ઢંકાયેલી છે અને ગુલાબના હારથી શણગારેલી છે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જારી કરાયેલી તસવીરમાં રામ લલ્લા ઉભી મુદ્રામાં છે.
ગુરુવારે બપોરે, ભગવાન રામની નવી પ્રતિમાને રામજન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં, અભિષેક સમારોહ પહેલા મૂકવામાં આવી હતી.
ભગવાન રામની ૫૧ ઇંચની બાળસ્વરૂપ પ્રતિમાને મૈસુર સ્થિત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, પ્રાર્થનાના મંત્રોચ્ચાર સાથે બુધવારે રાત્રે પ્રતિમાને મંદિરમાં લાવવામાં આવી હતી.
દીક્ષિતે કહ્યું કે ’પ્રધાન સંકલ્પ’ ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા દ્વારા કરવામાં આવ્યો હતો. “’પ્રધાન સંકલ્પ’ પાછળનો વિચાર એ છે કે ભગવાન રામની ’પ્રતિષ્ઠા’ બધાના કલ્યાણ માટે, રાષ્ટ્રના કલ્યાણ માટે, માનવતાના કલ્યાણ માટે અને આ કાર્યમાં યોગદાન આપનારાઓ માટે પણ કરવામાં આવી
રહી છે.
આ ઉપરાંત અન્ય ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવી હતી. ’વસ્ત્રો’ પણ બ્રાહ્મણોને દાનમાં આપવામાં આવ્યા હતા અને દરેકને કામ સોંપવામાં આવ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપશે, જે બીજા દિવસે જાહેર જનતા માટે ખોલવામાં આવે તેવી અપેક્ષા છે.