નેશનલસ્પોર્ટસ

રામમંદિર પર પ્રખ્યાત ક્રિકેટરે આપ્યું આ નિવેદન, કહ્યું મને ફરક નથી પડતો કે..

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ મુદ્દે ચાલી રહેલા રાજકારણ પર પ્રખ્યાત ક્રિકેટર તથા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજનસિંહે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે કોઇ પક્ષ રામમંદિરના કાર્યક્રમમાં સામેલ થાય કે ન થાય એ તેમનો નિર્ણય છે, હું તો કાર્યક્રમમાં હાજરી આપવાનો છું.

મહેન્દ્રસિંહ ધોની, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન સહિત દેશના અનેક ખ્યાતનામ ક્રિકેટર્સને 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં યોજાનારા રામમંદિરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળ્યું છે, જો કે અમુક લોકો એવા પણ છે જેમને કાર્યક્રમમાં સામેલ તો થવું છે પરંતુ તેઓ જે પક્ષ સાથે જોડાયેલા છે તેના કાર્યક્રમમાં ન સામેલ થવાના વલણને કારણે જઇ શકે તેમ નથી, જો કે ક્રિકેટર હરભજનસિંહે કહી દીધું હતું કે કોઇ જાય કે ન જાય, તેઓ પોતે આ કાર્યક્રમમાં જરૂરથી ઉપસ્થિત રહેશે.

કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી સહિત ઘણા વિપક્ષી ગઠબંધનના નેતાઓએ આમંત્રણ હોવા છતાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો ઇનકાર કરી દીધો છે, આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિની પણ શક્યતાઓ ઓછી છે, આ બધા વચ્ચે હરભજનસિંહે કહ્યું હતું કે કોઇ ઉપસ્થિત રહે કે ન રહે તેનાથી તેમને ફરક પડતો નથી.

“આ આપણું સૌભાગ્ય છે કે આ સમયે રામમંદિર બની રહ્યું છે, આથી આપણે સૌએ જવું જોઇએ, અને પ્રભુ શ્રીરામના દર્શન કરીને આશીર્વાદ લેવા જોઇએ. કોઇ જાય કે ન જાય મને તેનાથી ફરક પડતો નથી. મારી ભગવાનમાં આસ્થા છે, એટલે હું જરૂર હાજર રહીશ. હું આજે જે કંઇપણ છું તે ભગવાનના આશીર્વાદના લીધે જ છું.” તેમ હરભજનસિંહે ઉમેર્યું હતું.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker