નેશનલ

યુરોપિયન યુનિયને વિશ્ર્વના સૌપ્રથમવ્યાપક એઆઇ રૂલ્સના કરાર કર્યા

લંડન: યુરોપિયન યુનિયને લાંબા સમય સુધી મંત્રણા કર્યા બાદ વ્યાપક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) રૂલ્સ અંગે કરાર કર્યા હતા અને તેને લીધે ‘ચેટ-જીપીટી’ જેવી એઆઇ સેવાની અત્યાધુનિક ટૅક્નૉલૉજી પર કાયદેસર રીતે નજર રાખવાનો માર્ગ મોકળો થયો હતો.

દુનિયાભરમાં ઝડપથી ફેલાઇ રહેલી આર્ટિફ્રિશિયલ ઇન્ટેલિજન્સની ટૅક્નૉલૉજી માનવો માટે જોખમી હોવાનો ભય વ્યક્ત કરાઇ રહ્યો હોવાથી આ કરાર મહત્ત્વનો સાબિત થશે અને તેને વિશ્ર્વના અન્ય દેશો પણ અનુસરે એવી આશા રખાય છે.

યુરોપિયન સંસદ વતી વાટાઘાટ કરનારાઓ અને ૨૭ દેશના પ્રતિનિધિઓ ‘જનરેટિવ એઆઇ’ અને ‘ફેશિયલ રેકગ્નિશન સર્વિલન્સ’ના પોલીસ
દ્વારા ઉપયોગ જેવા વિવિધ મુદ્દે ઊભા થયેલા મતભેદને દૂર કરીને કામચલાઉ રાજકીય કરાર કરવા સહમત થયા હતા.

યુરોપિયન યુનિયનના કમિશનર થિયરી બ્રેન્ટને મધરાતના થોડા સમય પહેલાં જ ટ્વીટ કર્યું હતું કે કરાર થઇ ગયો છે. યુરોપિયન યુનિયન આર્ટિફ્રિશિયલ ઇન્ટેલિજન્સની ટૅક્નૉલૉજીને લગતા કાયદા અંગે કરાર કરનારો સૌપ્રથમ ખંડ બન્યો છે.

યુરોપના ૨૭ દેશના પ્રતિનિધિઓએ આર્ટિફ્રિશિયલ ઇન્ટેલિજન્સને લગતા નિયમને સંબંધિત આપસના મતભેદ દૂર કરવા માટે પ્રારંભિક સત્રમાં ૨૨ કલાક સુધી મંત્રણા કરી હતી અને મંત્રણાનો બીજો તબક્કો શુક્રવારે સવારે શરૂ થયો હતો.

અગાઉ, ૨૦૨૧માં યુરોપિયન યુનિયને આર્ટિફ્રિશિયલ ઇન્ટેલિજન્સ અંગેના નિયમની સૌપ્રથમ કામચલાઉ માર્ગદર્શિકા તૈયાર કરી હતી.

ઇટલીના સાંસદ બ્રાન્ડો બેનિફેઇએ જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન આર્ટિફ્રિશિયલ ઇન્ટેલિજન્સને લગતા કાયદા અંગે નવા વર્ષના પ્રારંભમાં મતદાન થશે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો