નેશનલ

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્રને મારી નાખવાનો ઇમેલ આવ્યો લોરેન્સ વિશ્નોઈના આઇડી પરથી…

છતરપુર: પ્રખ્યાત બાગેશ્વર ધામના પ્રમુખ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને ગેંગસ્ટર લોરેન્સ વિશ્નોઈના નામે ઈમેલ કરીને કોઇ આરોપીએ મારી નાખવાની ધમકી આપી હતી અને 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પોલીસે પંડિત શાસ્ત્રીના મેનેજરની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીએ ઓક્ટોબરમાં ધમકીભર્યો મેઈલ કર્યો હતો. પોલીસે આ 23 વર્ષીય આરોપીની બિહારના પટણાથી ધરપકડ કરી હતી અને તેને નવ ડિસેમ્બરે કોર્ટમાં રજૂ કર્યો હતો. જો કે કોર્ટે આરોપીને જેલમાં મોકલ્યો હતો. આ ઘટના ખૂબજ ગંભીર હોવાના કારણે આમાં NIA અને ઈન્ટરપોલની પણ મદદ લેવામાં આવી હતી.

ખજુરાહોના એસડીઓપીએ જણાવ્યું હતું કે 19 ઓક્ટોબરે લોરેન્સ વિશ્નોઈ ગેંગના નામથી અજાણ્યા વ્યક્તિએ બાગેશ્વર ધામ મહારાજના મેઈલ આઈડી પર ધમકી વાળો મેઇલ કર્યો હતો વ્યક્તિએ ઈમેલમાં લખ્યું હતું કે અમને દસ લાખ રૂપિયા આપો, નહીં તો તારો જીવ જોખમમાં છે. 20 ઓક્ટોબરના રોજ તેમના મેનેજરે બમિથા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ પર પોલીસે તરત જ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કલમ 382 હેઠળ કેસ નોંધ્યો હતો. ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હોવાથી એસપી અમિત સાંઘીએ તાત્કાલિક આ કેસમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી હતી. આમાં સાયબર સેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. એસપી સાંઘીએ આ મામલે તમામ પોલીસ સ્ટેશન અને અધિકારીઓને જાણ કરી હતી.

જો કે ઈમેલનો કોઈ જવાબ ન મળતા આરોપીએ 22 ઓક્ટોબરે ફરી ધમકી આપી હતી. અમે આ ઈમેલ ટ્રેસ કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે આરોપી બિહારની રાજધાની પટનાનો રહેવાસી છે. ટીમને ત્યાં મોકલી અને આરોપીની ધરપકડ કરી હતી. તેમજ આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા તમામ ઉપકરણો, મોબાઈલ, સિમ, ગેજેટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા હતા અને તેને નવ ડિસેમ્બરના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આરોપીનું નામ આકાશ શર્મા છે. તે ટેક્નોલોજીનો સારો જાણકાર છો તેથી જ જ્યારે પહેલીવાર તેને ઇમેલ કર્યો ત્યારે તેને ટ્રેસ નહોતો કરી શકાયો. તેણે બાગેશ્વર ધામના વડા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસેથી પૈસા લેવા માટે લોરેન્સ વિશ્વનોઈ ગેંગના નામથી મેઈલ આઈડી બનાવ્યું હતું અને 23 વર્ષનો આ આરોપી છેતરપિંડીનું જ કામ કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button