નેશનલ

રોહન બોપન્ના અને રુતુજા ભોસલેની જોડીએ ઇતિહાસ રચ્યો

મિક્સ્ડ ડબલ્સ ફાઈનલ: ચીનના હૉગઝોઉ ખાતે યોજાયેલા ૧૯મા એશિયન રમતોત્સવમાં ભારતના રોહન બોપન્ના તેમ જ રુતુજા સંપતરાવ ભોસલેએ શનિવારે ટેનિસની મિક્સ્ડ ડબલ્સની ફાઈનલમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. (એજન્સી)

હૉંગઝાઈ: એશિયન ગેમ્સમાં વધુ એક ગોલ્ડ ભારતના ખાતામાં આવ્યો છે. રોહન બોપન્ના અને રુતુજા ભોસલેની જોડીએ ટેનિસની મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય જોડીએ ફાઈનલમાં તાઈપેઈની જોડીને ૨-૬, ૬-૩, ૧૦-૪થી પરાજય આપ્યો હતો. ભારતીય જોડી ફાઈનલ મેચનો પ્રથમ સેટ હારી ગઈ હતી. જોકે, બીજા સેટમાં રોહન બોપન્ના અને રુતુજા ભોસલેએ શાનદાર પુનરાગમન કરી અને અંતે સુપર ટાઈ બ્રેકમાં મેચ જીતી લીધી.

રોહન બોપન્ના અને રુતુજા ભોસલેની ભારતીય જોડીને પ્રથમ સેટમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને તાઈપેઈની જોડીએ ૬-૨થી હાર આપી હતી. આ પછી, ભારતીય જોડીએ બીજા સેટમાં શાનદાર વાપસી કરી અને એન-શુઓ લિયાંગ અને ત્સુંગ-હાઓ હુઆંગની તાઈપેઈની જોડીને
૧૦-૪થી હરાવીને મેચ ૧-૧ની બરાબરી કરી. ત્યારપછી બંને વચ્ચેનો નિર્ણય સુપર ટાઈ બ્રેકમાં લેવામાં આવ્યો હતો, જેમાં રોહન બોપન્ના અને રુતુજા ભોસલેએ ટેનિસની મિક્સ્ડ ડબલ્સમાં ૧૦-૪થી શાનદાર સ્કોર કરીને ઈતિહાસ રચ્યો હતો અને એશિયન ગેમ્સમાં ભારતને વધુ એક ગોલ્ડ અપાવ્યો હતો.

૧૯મી એશિયન ગેમ્સમાં ભારતનો આ ૯મો ગોલ્ડ મેડલ છે. આ ગોલ્ડ મેડલ સાથે, ભારતના કુલ મેડલની સંખ્યા વધીને ૩૫ થઈ ગઈ છે, જેમાં ૧૩ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝનો પણ સમાવેશ થાય છે. એશિયન ગેમ્સમાં ભારતનું અત્યાર સુધી શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે.

ભારતને શૂટિંગમાં સાતમા દિવસે પહેલો મેડલ મળ્યો. અત્યાર સુધી એશિયન ગેમ્સમાં ભારતનું શૂટિંગમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. દિવસના પ્રથમ મેડલ વિશે વાત કરીએ તો, સરબજોત સિંહ અને દિવ્યાની જોડીએ ૧૦ મીટર એર પિસ્તોલની મિશ્ર ટીમ ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર જીત્યો હતો. આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ યજમાન ચીનની જોડીએ જીત્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ