બજારોમાં જોવા મળી દિવાળીની રોનક, રૂ. 3.75 લાખ કરોડનો રિટેલ બિઝનેસ થયો
નવી દિલ્હીઃ દેશભરમાં હાલમાં દિવાળીનો માહોલ ચાલી રહ્યો છે. લોકો ઉત્સાહથી તેમના મનપસંદ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. દરેક ઘરમાં રોશની, ઝગમગ કરતા દિવડા, તોરણ, રંગોળી અને ધૂમ ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. લાગે છે લોકોને ઘણા સમય બાદ ખુલ્લા દિલે, મન મૂકીને આ વખતે દિવાળી માણવા મળી છે. બજારોના વાત કરીએ તો છૂટક વેપારીઓની દિવાળી પણ સુધરી ગઇ છે. લાખો કરોડો રૂપિયાનો વેપલો થયો છે. લોકોએ પ્રતિબંધ છતાં ફટાકડાની ધૂમ ખરીદી કરી છે.
બજારના ટર્નઓવરના આંકડા આવ્યા છે. ટ્રેડર્સ ઓર્ગેનાઈઝેશન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 3.75 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ ટર્નઓવર થયું છે. હજી ભાઈબીજ, છઠ પૂજા વગેરે થવાના બાકી છે અને તેને જોતાં રૂ. 50,000 કરોડનો વધારાનો વેપાર થવાની અપેક્ષા છે
કેઇટે જણાવ્યું હતું કે આ વખતે લગભગ દરેક જગ્યાએ ભારતીય ઉત્પાદનો વેચાયા છે અને ખરીદવામાં આવ્યા છે. આ બહુ મોટી વાત છે. લોકોએ જાણે કે વોકલ ફોર લોકલ સૂત્રને દિલથી અપનાવી લીધું છે. દરેક સ્થાનિક ઉત્પાદનને વેગ મળી રહ્યો છે. દિવાળી દરમિયાન ચાઈનીઝ ચીજવસ્તુઓએ 1 લાખ કરોડ રૂપિયાથી વધુના બિઝનેસને નુકસાન પહોંચાડ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દિવાળી દરમિયાન લગભગ 70 ટકા બજાર ચાઈનીઝ પ્રોડક્ટ્સે કબજે કર્યું હતું, પણ હવે પરિવર્તન આવ્યું છે. લોકો જાગૃત થયા છે અને દિવાળી દરમિયાન ચાઈનીઝ ચીજવસ્તુઓએ 1 લાખ કરોડ રૂપિયાથી વધુના બિઝનેસને નુકસાન પહોંચાડ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દિવાળી દરમિયાન લગભગ 70 ટકા બજાર ચાઈનીઝ પ્રોડક્ટ્સે કબજે કર્યું હતું. જો કે, આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ દિવાળીમાં સ્થાનિક સામાનનો ઉપયોગ કરવાની અપીલ (લોકલ માટે વોકલ)ની સારી અસર જોવા મળી હતી અને વેપારીઓ અને ગ્રાહકો બંને દ્વારા તેને અપનાવવામાં આવી હતી.