લખનઉઃ ડેવિસ કપ વર્લ્ડ ગ્રુપ ટૂમાં શનિવારથી શરૂ થનારી મોરોક્કો સામેની મેચની તૈયારી કરી રહેલી ભારતીય ટીમને અહીં ભેજવાળી ગરમીને કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુરુવારે લગભગ અડધા કલાકના પ્રેક્ટિસ સેશન દરમિયાન રોહન બોપન્ના પરસેવાથી લથબથ થઇ ગયો હતો.
બોપન્નાએ કહ્યું હતું કે મને ખૂબ પરસેવો થઇ રહ્યો છે અને મારે વારંવાર મારી ટી-શર્ટ બદલવી પડી રહી છે તો તેનો અર્થ એ છે કે કંઈક ખોટું છે. આ પ્રેક્ટિસ સેશન દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે મોરોક્કો સામેની મેચ ભારતીય ખેલાડીઓ માટે મુશ્કેલ હશે. ખેલાડીઓ સાથે અહીં ભેજવાળી ગરમી પર કાબૂ મેળવવો પડકારજનક રહેશે. ડેવિસ કપની આ મેચ અહીંના મિનિ સ્ટેડિયમમાં રમાશે.
બોપન્ના સાથી ખેલાડીઓ જાણે છે કે ચેન્નઈની ગરમી અને ભેજમાં તેને પરસેવો નથી આવતો. બોપન્નાએ કહ્યું હતું કે મારી 20 વર્ષની કારકિર્દીમાં પહેલીવાર મને આટલો પરસેવો થઇ રહ્યો છે. આનો અર્થ એ છે કે અહીં ભેજનું પ્રમાણ ઘણું વધારે છે. મેં એક જ ટી-શર્ટમાં બ્રાઝિલ સામે ચાર કલાકની પાંચ સેટની સિંગલ્સ મેચ રમી હતી. પણ અહીં મારે દર અડધા કલાકે ટી-શર્ટ બદલવી પડે છે. આ બરાબર નથી.
પાંડેએ કહ્યું હતું કે જો ખેલાડીઓને સમાન માત્રામાં પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સ ન મળે તો લગભગ અડધા કલાકમાં તેમનું પ્રદર્શન ઘટવા લાગશે. હવામાનના પડકારોને ધ્યાનમાં રાખીને બંને ટીમોના કેપ્ટન મેચ બે કલાક મોડી કરવા માટે સહમત થયા છે. શનિવારે ઓપનિંગ મેચ 12 વાગ્યાને બદલે 2 વાગ્યે રમાશે, જ્યારે રવિવારે પહેલી મેચ 11 વાગ્યાને બદલે 1 વાગ્યે રમાશે. જોકે બે કલાકના વિલંબથી બહુ ફરક નહીં પડે, પરંતુ ભારતીય કોચ જીશાન અલીનું માનવું છે કે આ નિર્ણયથી દિવસની બીજી મેચ રમી રહેલા ખેલાડીઓને થોડી રાહત મળશે.
Taboola Feed