અત્યાર સુધી કાશ્મીરમાં પર્યટકો પર થયેલાં આંતકવાદી હુમલાનો કાળો અને લોહિયાળ ઈતિહાસ…

કાશ્મીરના પહેલગામના બેસરન ગામમાં આજે આંતકવાદીઓએ પર્યટકોના ગ્રુપ પર હુમલો કર્યો હતો જેમાં 20થી વધુ લોકોના મૃત્યુ અને અનેક લોકોના ઘાયલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ હુમલાને પગલે ગૃહ પ્રધાન અમિત શાહ શ્રીનગર જઈ રહ્યા છે અને સુરક્ષાદળોએ ઘેરાબંદી કરીને આંતકવાદીઓનો ખાતમો બોલાવવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. જોકે, આ પહેલાં વખત નથી આંતકવાદીઓ પર્યટકો કે તીર્થયાત્રીઓને પોતાનો નિશાનો બનાવ્યો હોય. આ પહેલાં પણ આવું બની ચૂક્યું છે. ચાલો નજર કરીએ આ પહેલાં ક્યારે ક્યારે આતંકવાદીઓએ પર્યટકો અને શ્રદ્ધાળુઓને નિશાનો બનાવ્યો છે.
18મી માર્ચ, 2024:
ગયા વર્ષે જયપુરથી કાશ્મીર આવેલા એક કપલને આંતવાદીઓએ શ્રીનગરમાં નિશાનો બનાવીને ફાયરિંગ કર્યું હતું. આ આંતકવાદી હુમલો જમ્મુ-કાશ્મીરમાં બરાબર ચૂંટણીઓ પહેલાં થયો હતો.
આ પણ વાંચો: પહેલગામ આંતકવાદી હુમલોઃ પર્યટકો અને શ્રદ્ધાળુઓ કેમ આંતકવાદીઓના નિશાના પર?
9મી જૂન, 2024:
આર્ટિકલ 370 નાબુદ કરાય બાદ જાકિર મૂસા, હમીદ લહરી, બુરહાન કોકા, અબ્બાસ ગાજી, રિયાઝ નાઈકુ, હુરિયત નેતા અશરફ સેહરાઈના આંતકવાદી દીકરા જુનૈદ સેહરાઈ, ગાઝી હૈદર અને બાસિત અહેમદ ડાર જેવા મોટા આંતકવાદી માર્યા હતા અને આંતવાદી જુથની કમર તૂટી ગઈ છે. આ જ કારણ છે કે હવે સીમા પારથી જમ્મુ રીજનને વારંવાર નિશાનો બનાવવાના ષડયંત્રો રચવામાં આવે છે. આ જ અનુસંધાનમાં આંતકવાદીઓએ રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓથી ભરેલી બસ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં 9 લોકોના મૃત્યુ થયા હતા અને 33 લોકોને ઈજા પહોંચી હતી.
14મી નવેમ્બર, 2005:
શ્રીનગરના લાલચોક વિસ્તારમાં આવેલા પલ્લાડિયમ થિયેટર સામે ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સીઆરપીએફના બે ડવાબ શહીદ થયા હતા અને 2 નાગરિકના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત 1 જાપાની પર્યટક સહિત 17 લોકોને ઈજા પહોંચી હતી.
4થી જુલાઈ, 1995:
પહેલગામના લિદ્દરવાટમાં આંતકવાદી સંગઠન હરકત-ઉલ-અંસારના આંતકવાદીઓએ છ વિદેશી પર્યટકો અને બે ગાઈડનું અપહરણ કર્યું હતું. આ પર્યટકોમાં અમેરિકા, બ્રિટન, નોર્વે, જર્મનીના નાગરિકોનો સમાવેશ થતો હતો. આંતકવાદીઓએ એક પર્યટક ક્રિશ્ચિયન ઓસ્ટ્રોની હત્યા કરી હતી. આ હોસ્ટેજ સિચ્યુએશન મસુદ અઝહર અને અન્ય આંતકવાદીઓની રિહાઈની માગણી માટે ઊભી કરવામાં આવી હતી. આ એ સમય હતો જ્યારે કાશ્મીર વેલીમાં આંતકવાદ ચરમસીમા પર હતો અને અનેક આંતકવાદી સંગઠનો સક્રિય હતા.
1 અને 2 ઓગસ્ટ, 2000:
વર્ષ 2000માં આંતકવાદીઓએ કાશ્મીરના અનંતનાગ અને જમ્મુ રિજનના ડોડા જિલ્લામાં અમરનાથ યાત્રા માટે જઈ રહેલાં શ્રદ્ધાળુઓને નિશાનો બનાવ્યા હતા. આ હુમલાને પહેલી અને બીજી ઓગસ્ટે અંજામ આપવામાં આવ્યો હતો, જેને કારણે જમ્મુ કાશ્મીર જ નહીં પણ આખો દેશ હચમચી ઉઠ્યો હતો. અનંતનાગ અને ડોડા જિલ્લામાં પાંચ હુમલામાં આશરે 100 લોકોના મૃત્યુ થયા હતા. બીજી ઓગસ્ટે પહેલગામના નુનવાન બેસકેમ્પને પણ આંતકવાદીઓએ નિશાનો બનાવ્યો હતો, જેમાં 21 તીર્થયાત્રી, 7 સ્થાનિક દુકાનદાર અને 3 સુરક્ષાકર્મીઓના મૃત્યુ થયા હતા.
20મી જુલાઈ, 2001:
અમરનાથ હિમમદ ગુફા પાસે તીર્થયાત્રીઓને એક કેમ્પ પર આંતકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં 13 લોકોના મૃત્યુ થયા હતા અને 15 લોકોને ઈજા પહોંચી હતી. હુમલામાં જીવ ગુમાવનારાઓમાં 8 તીર્થયાત્રી, 3 સ્થાનિક નાગરિકો અને 3 સુરક્ષાકર્મીનો સમાવેશ થાય છે.