કેન્દ્ર સરકાર કરવા જઈ રહી છે સર્વેક્ષણ, આ યોજનાઓ થઈ શકે છે બંધ!

નવી દિલ્હીઃ સરકાર અનેક યોજનાઓ ચલાવે છે, જેના કારણે સામાન્ય લોકોને લાભ મળતો હોય છે. આ નાણાકીય વર્ષને પૂર્ણ થવામાં માત્ર હવે થોડા જ દિવસો બાકી રહ્યાં છે, ત્યારબાદ નવું નાણાકીય વર્ષ શરૂ થવાનું છે. જેથી સરકાર આ વખતે દરેક કેન્દ્રીય યોજનાઓની (Centrally Sponsored Scheme) સમીક્ષા કરવાની છે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ નાણાકીય વર્ષ (Financial year) દરમિયાન જે યોજના આવશ્યક નથી અને વ્યર્થ ખર્ચ થઈ રહ્યો છે તે યોજના બંધ થવાની પણ સંભાવનાઓ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
દરેક યોજનાના પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે
મીડિયા રિપોર્ટ પ્રમાણે સરકાર આગામી નાણાકીય વર્ષમાં તમામ કેન્દ્રીય યોજનાઓની સમીક્ષા કરશે, જેમાં ખર્ચની ગુણવત્તા, ભંડોળના ઉપયોગ અને દરેક યોજનાના પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સમીક્ષા નવા નાણાં પંચ ચક્રની શરૂઆત પહેલાં દર પાંચ વર્ષે કરવામાં આવતી હોય છે. આ સમીક્ષા કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય બિનજરૂરી યોજનાઓને દૂર કરીને તેમાં વપરાતા નાણાંનો ઉપયોગને અન્ય અસરકારક કામમાં લગાવવાનો હોય છે.
આ પણ વાંચો…નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ફરી અફરાતફરીનો માહોલ; મુસાફરોની ભારે ભીડ ઉમટી પડી
સમીક્ષા માટે કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો?
સરકારે નીતિ આયોગને એ દરેક ક્ષેત્રની માહિતી મેળવવા માટે કહ્યું જેમાં રાજ્યની અને કેન્દ્રની યોજનાઓ એકસમાન હોય. એટલું જ નહીં પરંતુ તે રિપોર્ટ એપ્રિલ સુધીમાં જમા કરાવી દેવા માટે પણ કહેવામાં આવ્યું છે. જે પણ યોજનાઓ ચાલી રહી છે તે વર્તમાન સમયમાં ચાલુ રાખવા જેવી છે કે કેમ? તેમાં સુધારાની જરૂર કેટલી છે? શું તે યોજનાનો વિસ્તાર કરવો પડશે કે તેમાં ઘટડો કરવો પડશ? આવી દરેક બાબતોને આવરી લેતો એક રિપોર્ટ રજૂ કરવાનો છે. આ રિપોર્ટને નાણા પંચ સમક્ષ રજૂ કરતા પહેલા કમિશન અને વિવિધ મંત્રાલયો તરફથી મળેલા પ્રતિભાવ પર વિચાર કરવામાં આવશે.
નાણાકીય વર્ષ 2026 માટે કેન્દ્ર સરકારની ટોચની 10 યોજનાઓનું બજેટ
યોજનાનું નામ બજેટ (કરોડ રૂપિયામાં)
મનરેગા 86,000
જલ જીવન મિશન 67,000
પીએમ કિસાન 63,500
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 54,832
શિક્ષણ માટે 41,250
રાષ્ટ્રીય આરોગ્ય મિશન 37,227
પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 23,294
સુધારેલી વ્યાજ સબસિડી યોજના 22,600
સક્ષમ આંગણવાડી અને પોષણ 21,960
નવી રોજગાર સર્જન યોજના 20,000
મુખ્ય CSS યોજનાઓ કઈ-કઈ છે?
નોંધનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ 2015 માં CSS ના તર્કસંગતકરણ પર મુખ્યમંત્રીઓના પેટા-જૂથની રચના કરી હતી અને યોજનાઓની સંખ્યા 130 થી ઘટાડીને 75 કરવામાં આવી હતી. કેન્દ્રએ 2025-26 માટે CSS માટે રૂપિયા 5.41 લાખ કરોડનું બજેટ રાખ્યું છે. ચાલુ નાણાકીય વર્ષની વાત કરવામાં આવે તો કેન્દ્રએ 5.05 લાખ કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું હતું, જે પછીથી સુધારીને 04.15 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું. જો મુખ્ય CSS યોજનાઓની વાત કરવામાં આવે તો, આયુષ્માન ભારત (Ayushman Bharat PMJAY) – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY), મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA), પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (Pradhan Mantri Awas Yojna) અને PMAY-ગ્રામીણ, જળ જીવન મિશન (JJM) અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY)નો સમાવેશ થાય છે.