લદાખની માગણીઓ અંગે કેન્દ્રીય સમિતિ કેન્દ્રશાસિત પ્રદેશના પ્રતિનિધિમંડળને મળશે
નવી દિલ્હી : લદાખને રાજ્યનો દરજ્જોે અને લોકસભાની બે બેઠક આપવા તથા ઊંચાઈ પર આવેલા આ વિસ્તારને બંધારણના છઠ્ઠા શેડ્યુલ એટલે કે અનુચ્છેદ હેઠળ લાવવાની માગણીના સંદર્ભમાં કેન્દ્ર સરકારે લદાખના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરશે. એપેક્સ બોડી લેહ (એબીએલ) અને કારગિલ ડેમોક્રેટિક અલાયન્સ (કેડીએ)ના 14 સભ્યના પ્રતિનિધિમંડળ લદાખ માટેની ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન નિત્યાનંદ રાયની આગેવાની હેઠળની ઉચ્ચ સત્તાધારી સમિતિને મળવાનું છે. લદાખની સર્વોપરી સંસ્થાના સભ્ય ચેરિંગ દોરજાય લાક્રોકે કહ્યું હતું કે અમે અમારી માગણીઓ અંગે કેન્દ્રીય સમિતિને મળીશું. લદાખને રાજ્યનો દરજ્જો અને લોકસભાની બે બેઠક (લેહની એક અને કારગિલની એક) આપવાની માગણી, કેન્દ્રશાસિત પ્રદેશને છઠ્ઠા શેડ્યુલ હેઠળ બંધારણીય રક્ષણ આપવાની લદાખના લોકોની માગણી છે.
લદાખમાં લોકસભાની એક બેઠક છે અને એનો વિધાનસભાનો કોઈ મતદારક્ષેત્ર નથી. લદાખ પહેલાં જમ્મુ અને કાશ્મીર રાજ્યનો ભાગ હતો. પાંચ ઓગસ્ટ, 2019એ જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન ધારા પ્રમાણે જમ્મુ અને કાશ્મીરને વિધાનસભા સાથેનો કેન્દ્રશાસિત પ્રદેશ અને લદાખને વિધાનસભા વિનાનો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. અગાઉ જમ્મુ અને કાશ્મીરની વિધાનસભામાં લદાખના ચાર પ્રતિનિધિઓ હતા. ઉ