નેશનલ

રાષ્ટ્રપતિના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત

નવી દિલ્હી: સંસદના બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંન્ને ગૃહના સભ્યોને સંબોધિત કર્યા હતા. આ ૧૭મી લોકસભાનું અંતિમ સત્ર છે. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના અભિભાષણમાં રામમંદિર, કલમ ૩૭૦, ટ્રિપલ તલાક અને યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે મોદી સરકારની યોજનાઓ અને કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.

સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંબોધનથી થઈ હતી. નવા સંસદ ભવનમાં આ તેમનું પ્રથમ સંબોધન હતું. રાષ્ટ્રપતિએ રામમંદિરથી લઈને કલમ ૩૭૦ સુધીની દરેક વાતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું- રામમંદિરની આકાંક્ષા સદીઓથી હતી, જે આ વર્ષે પૂરી થઈ છે.

રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે લોકો સદીઓથી અયોધ્યામાં રામમંદિરના નિર્માણને લઈને આશાવાદી હતા અને તે સપનું હવે પૂરું થયું છે. લોકો પણ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા માગતા હતા. હવે કલમ ૩૭૦ પણ ઈતિહાસ બની ગઈ છે.

તેમણે મોદી સરકાર દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં કરવામાં આવેલા કામની પ્રશંસા કરી હતી, જેમાં ઘણા લાંબા સમયથી પેન્ડિંગ પ્રોજેક્ટ્સ પૂરા થયા હતા. મુર્મૂએ કહ્યું હતું કે દેશ ત્યારે જ ઝડપી ગતિએ પ્રગતિ કરી શકે છે જ્યારે તે ભૂતકાળના પડકારોને દૂર કરે અને ભવિષ્યના નિર્માણમાં મહત્તમ શક્તિ લગાવે. છેલ્લા ૧૦ વર્ષમાં દેશે એવા પ્રોજેક્ટ્સ પૂરા થતા જોયા છે જેની લોકો દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બુધવારે કહ્યું કે નવા સંસદ ભવનમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ખુશ્બૂ છે અને ભારતની સભ્યતા અને સંસ્કૃતિની ચેતના પણ છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ‘સ્વતંત્રતાના અમૃત મહોત્સવ’ વર્ષ ૨૦૨૩માં સમાપ્ત થયું હતું અને વર્ષ ૨૦૨૩માં જ શાંતિનિકેતન અને હોયસલા મંદિરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા જ. “ભારત માટે આ એક મોટી ઉપલબ્ધિ છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતે ગયા વર્ષે ઘણી ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી હતી. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી અને દેશના દરેક ગામમાંથી માટી સાથે અમૃત કળશ દિલ્હી લાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિએ કહ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન ૭૦ હજારથી વધુ અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, બે લાખથી વધુ અમૃત વાટિકોનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને બે કરોડથી વધુ વૃક્ષો અને છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે અમૃત મહોત્સવ દરમિયાન જ રાજધાની દિલ્હીમાં કર્તવ્ય પથ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો