ઉત્તરાખંડનાં પૌડીમાં દુલ્હન શૃંગાર સજીને બેઠી હતી અને આવી આ કાળોતરી ખબર
ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં એક મોટી દુર્ઘટના થઈ, જ્યાં લગ્નની સરઘસ લઈ જઈ રહેલી જીપ 200 ફૂટ ઊંડી ખીણમાં પડી. આ દુર્ઘટનામાં 30 જેટલા લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે , જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ જીપ હરિદ્વારના લાલધાંગથી પૌડીના બિરોનખાલ ગામ જઈ રહી હતી. ઘટનાની માહિતી મળતા જ વિધાનસભા અધ્યક્ષ રિતુ ખંડુરી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પરંતુ તેમને ગ્રામજનોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.
મોટી દુર્ઘટનાનો ભોગ બનતા બચી ગયા કેરળના ગવર્નર, શાલમાં લાગી આગ
આ અકસ્માત શુક્રવારે રાત્રે સિમંડી ગામ પાસે થયો હતો, જ્યારે ડ્રાઇવરે જીપ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને જીપ સીધી ઉંડી ખાઈમાં પડી હતી. આ જીપમાં ડ્રાઈવર સહિત કુલ લગભગ 35 જેટલા લોકો સવાર હતા, જેઓ હરિદ્વારથી બિરોનખાલ ગામ જઈ રહ્યા હતા. ત્યારે આ અકસ્માત રસ્તાની વચ્ચે થયો હતો અને જીપ સીધી 200 ફૂટ ઉંડી ખાઈમાં ખાબકી હતી.
દુલ્હનના ઘરથી નજીક જ અકસ્માત
જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના દુલ્હનના ઘરથી બે કિમીના અંતરે બની હતી, જેના પછી વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. જીપમાં સવાર લોકો પોતાનો જીવ બચાવવા બૂમો પાડવા લાગ્યા હતા. આ પછી આસપાસના લોકો પણ ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા.
ઘટનાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, ત્યારબાદ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ માટે નજીકના અનેક પોલીસ સ્ટેશનોની પોલીસને પણ બોલાવવામાં આવી છે. રાતના અંધારામાં ટોર્ચ અને મોબાઈલ ફોનની લાઈટથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ એક પછી એક લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.