નેશનલ

યુદ્ધજહાજ ઇમ્ફાલ નૌકાદળમાં સામેલ

મુંબઈ: પ્રોજેક્ટ ૧૫બી ક્લાસ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયરનું ત્રીજું યુદ્ધજહાજ ઇમ્ફાલ ભારતીય નૌકાદળમાં શુક્રવારે સામેલ કરવામાં આવ્યું હતું. ધ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે (એમડીએલ) શુક્રવારે કોન્ટ્રાક્ટ અનુસારની અંતિમ તારીખથી ચાર મહિના વહેલું સોંપ્યું હતું. મહિલા અધિકારીઓ અને સેઇલર્સને રહેવાની સુવિધા ઉપલબ્ધ હોય તેવું આ પ્રથમ યુદ્ધજહાજ છે. એમડીએલના ચૅરમૅન-મેનેજિંગ ડિરેક્ટર સંજીવ સિંઘલ અને નૌકાદળના રેયર એડમિરલ સંજય સાધુ વચ્ચે ‘એક્સેપ્ટેન્સ ડોક્યુમેન્ટ’ (જહાજ મળ્વું હોવાનો દસ્તાવેજ) પર સહી-સિક્કા કરવામાં આવ્યા હતા. એમડીએલએ એક નિવેદનમાં કહ્યું કે “સુપરસોનિક સર્ફેસ-ટુ-સર્ફેસ બ્રહ્મોસ મિસાઇલ અને બરાક-૮ મિડિયમ રેન્જ સર્ફેસ-ટુ-એર મિસાઇલ્સ આ જહાજ પર
તૈનાત કરાયું છે. અંડરવોટર યુદ્ધ માટે હલ-માઉન્ટેડ સોનાર હમ્સા એનજી હેવી વેઇટ ટોર્પિડો ટ્યુબ લોન્ચર્સ અને એએસડબ્લ્યુ રોકેટ લોન્ચર્સ સહિત એન્ટી-સબમરિન વેપન્સ અને સેન્સર્સ ડિસ્ટ્રોયરમાં ફિટ કરાયા છે. “શત્રુની સબમરિન, સર્ફેસ વોરશિપ્સ (જળસપાટી પરના યુદ્ધજહાજ), એન્ટી-શિપ મિસાઇલ્સ અને ફાયટર એરક્રાફ્ટ સામે ઇમ્ફાલ ઝીંક ઝીલી શકે છે. આવી ક્ષમતા હોવાથી સપોર્ટિર્ંગ વેસલ્સ (અન્ય જહાજ) વગર ઈમ્ફાલ સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે છે. મુખ્ય શસ્ત્રોના ફાયરિંગ પરીક્ષણ સહિત ત્રણે સીએસટી (કોન્ટ્રેક્ટસ સી ટ્રાયલ્સ)માં આ જહાજના દરિયામાં ટ્રાયલ થઈ શક્યા છે. જહાજ પર ૩૧૨ કર્મચારી રહી શકે છે. બે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button