નેશનલ

ભારત સામેની પાંચ મેચની ટી-૨૦ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર કરવામાં આવી

નવી દિલ્હી: વર્લ્ડ કપ ૨૦૨૩ પત્યા બાદ નવેમ્બર-ડિસેમ્બરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ઝ૨૦ સીરિઝ રમાવાની છે. આ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે. વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડને ટીમની કમાન સોંપવામાં આવી છે. એરોન ફિન્ચની નિવૃત્તિ બાદ વેડ ટી-૨૦ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનો બીજો કેપ્ટન છે. આ પહેલા સાઉથ આફ્રિકા પ્રવાસ પર મિશેલ માર્શને કેપ્ટનશિપ આપવામાં આવી હતી. આવતા વર્ષે જૂન મહિનામાં ટી-૨૦ વર્લ્ડ કપ યોજાવાનો છે એ પહેલા વેડને પણ અજમાવવામાં આવી રહ્યો છે. સિરીઝ ૨૩મી નવેમ્બરથી શરૂ થશે.

આ ટી-૨૦ સિરીઝ માટેની ટીમમાં પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડને સ્થાન આપવામાં આવ્યું નથી. મિશેલ માર્શ અને કેમેરોન ગ્રીન પણ વર્લ્ડ કપ પછી સ્વદેશ પરત ફરશે. ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડ વર્લ્ડ કપ પછી આ ટી-૨૦ સિરીઝ માટે ભારતમાં રહેશે. વોર્નરની ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે એવી ચર્ચા છે. હેડ અથવા સ્મિથ તેની સાથે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે વેડને વચગાળાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વેડે ગયા વર્ષે ટી-૨૦ વર્લ્ડ કપ પછી એકપણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. ફિન્ચે આ વર્ષે ફેબ્રુઆરીમાં નિવૃત્તિ લીધી હતી અને ઓસ્ટ્રેલિયા કાયમી કેપ્ટનની નિમણૂક પહેલા પ્રયોગો કરી રહ્યું છે. વેડ પહેલા પણ ટીમની કમાન સંભાળી ચૂક્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે અમે આ શ્રેણીમાં તેમની પાસેથી અપેક્ષા રાખીએ છીએ.

નોંધનીય છે કે ગત વર્ષે ટી૨૦ વર્લ્ડ કપ દરમિયાન ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર ત્રણ ટી-૨૦ મેચ રમી છે.
વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઈનલ ૧૯ નવેમ્બરે રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ ટી-૨૦ સિરીઝ ૨૩ નવેમ્બરથી શરૂ થશે, પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. આ પછી બીજી મેચ ૨૬ નવેમ્બરે તિરુવનંતપુરમમાં, ત્રીજી મેચ ૨૮ નવેમ્બરે ગુવાહાટીમાં, ચોથી મેચ ૧લી ડિસેમ્બરે નાગપુરમાં અને પાંચમી મેચ ૩જી ડિસેમ્બરે હૈદરાબાદમાં રમાશે. આ પછી, ઓસ્ટ્રેલિયન ટીમે ૧૪ ડિસેમ્બરથી પાકિસ્તાન સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમવાની છે.

ઓસ્ટ્રેલિયન ટીમ:
મેથ્યુ વેડ (કેપ્ટન), જેસન બેહરેનડોર્ફ, શોન એબોટ, ટિમ ડેવિડ, નાથન એલિસ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, સ્પેન્સર જોન્સન, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેથ્યુ શોર્ટ, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો