Vibrant Gujarat: Tesla ઉપરાંત વધુ એક કંપની ગુજરાતમાં EV Car પ્લાન્ટ સ્થાપશે, ટૂંક સમયમાં જાહેરાત કરાશે
ગાંધીનગર: ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગની જાયન્ટ કંપની ટેસ્લા(TESLA) ગુજરાતમાં પ્લાન્ટ(Plant in Gujarat) સ્થાપશે એવી અટકળો છે, ગુજરાત સરકારના સુત્રોએ પણ આ ટેસ્લાના આગમનના સંકેતો આપ્યા છે. આ ઉપરાંત વધુ એક કંપની ગુજરાતમાં ઇલેક્ટ્રિક કાર(Electric car) અને બેટરી ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી મહિનામાં આયોજિત વાઈબ્રન્ટ સમિટ-2024માં મારુતિ સુઝુકી (Marutu Suzuki) ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા અંગે ગુજરાત સરકાર સાથે એમઓયુ કરી શકે છે. મારુતિ સુઝુકીનો એક કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હાંસલપુરમાં કાર્યરત છે જ ત્યારે હવે કંપની ઇલેક્ટ્રિક કાર પ્લાન્ટ સ્થપાવની તૈયારીમાં છે. સુત્રોના જણાવ્યા મુજબ પ્લાન્ટ સ્થાપવા કંપનીએ સુરેન્દ્રનગર નજીક જમીનની પણ પસંદગી કરી લીધી છે. જોકે આ અંગે હજુ સત્તાવાર માહિતી આપવમાં આવી નથી.
એક અખબારી અહેવાલ મુજબ હાલમાં ગુજરાતમાં એક પ્લાન્ટ હોવા છતાં મારુતિ સુઝુકી પાસે ત્રણ લાખથી વધુ કારનો બેકલોગ પડ્યો છે. અહેવાલ મુજબ મારુતિ સુઝુકી બિઝનેસ વિસ્તારવા માગે છે, જેના કારણે ગુજરાતમાં જ વધુ એક કાર પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કર્યું છે.
અખાબરી અહેવાલમાં કંપનીના પદાધિકારીઓને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, કંપનીએ પ્લાન્ટ માટે કચ્છના ધોલેરા ઉપરાંત અન્ય સ્થળોએ જમીન જોઈ હતી, પરંતુ અંતે સુરેન્દ્રનગર નજીક કાર પ્લાન્ટ માટે જમીનની પસંદગી કરવામાં આવી છે. કંપનીના પદાધિકારીઓ ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના અધિકારીઓ સાથે મંત્રણા કરી રહ્યા છે. વાઈબ્રન્ટ ગુંજરત 2024 દરમિયાન કંપની નવા પ્લાન્ટ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે.
રાજ્ય સરકારના અધિકારીએ જણાવ્યું હતું કે ટેસ્લા અને મારુતિ સુઝુકી જેવી જાયન્ટ કંપના પ્લાન્ટ ગુજરાતમાં આવવાથી મોટી સંખ્યામાં રોજગારીની તકો ઉભી થશે. ગુજરાત આગામી દિવોમાં ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ હબ બની રહેશે.