નેશનલ

100 કલાકથી પણ વધારે સમયથી સર્ચ ઓપરેશન ચાલુ, તે પણ આતંકવાદીઓ કેમ પકડાયા નથી…

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણનો આજે પાંચમાં દિવસ છે. તેમ છતાં હજુ સુધી આતંકવાદીઓના કોઇ સઘડ મળતા નથી. ત્યારે એક સ્વાભાવિક પ્રશ્ર્ન થાય કે આતંકવાદીઓને આપણા જવાનો કરતા પણ સારી ટ્રેનિંગ મળી છે. પેરા કમાન્ડો સહિત હજારો સૈનિકો ગાડોલના ગાઢ જંગલોમાં ફરી રહ્યા છે. આ આતંકવાદીઓને જંગલમાં યુદ્ધની તાલીમ આપવામાં આવે છે. આથી તેઓ બચવા માટે જંગલોનો ઉપયોગ કરી રહ્યા છે.

આ અથડામણ શરૂ થયાના અત્યાર સુધીમાં 100 કલાકથી વધુ સમય વીતી ગયો છે. આતંકીઓને મારવાના પ્રયાસમાં ત્રણ અધિકારીઓ શહીદ થઇ ગયા છે. જેમાં બે સેનાના જવાનો અને એક પોલીસકર્મીનો સમાવેશ થાય છે. આતંકીઓ મોટા પ્રમાણમાં હથિયારોથી સજ્જ છે. તેમની સંખ્યા બે-ત્રણ હોવાનું મનાય છે. તે ગાઢ જંગલના આશરે લઇને ગુપ્ત રીતે હુમલો કરી રહ્યા છે.

આ 100 કલાકમાં સૈનિકોએ સેંકડો મોટર શેલ અને રોકેટ છોડ્યા છે. તમામ શંકાસ્પદ આતંકવાદી ઠેકાણાઓને હાઈટેક સાધનો વડે નિશાન બનાવવામાં આવ્યા છે. અદ્યતન ડ્રોનનો ઉપયોગ કરીને વિસ્ફોટકો છોડવામાં આવ્યા છે. આ એક જોઇન્ટ ઓપરેશન છે. તેમાં દરેક જવાન આતંકવાદી સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ હજુ સુધી આસંકવાદીઓના કોઇ સઘડ મળતા નથી.

આતંકવાદીઓ જે રીતે જંગલમાં છુપાઇને હુમલા કરી રહ્યા છે અને જે રીતે તેમને જંગલનો એકે એક ખૂણો જોયેલો છે તે જોઇને એમ લાગે કે જાણે તેમને જંગલમાં લડવા માટે ખાસ તાલીમ આપવામાં આવી છે. ત્યારે આવા આતંકવાદીઓને પકડવામાં ઘણી મુશ્કેલી થાય છે. જો કે આપણા માટે યક્ષ પ્રશ્ર્ન એ છે કે જો આ આતંકવાદીઓનો સફાયો કરવામાં નહી આવે તો તેમની હિંમત વધશે અને તે ફરી હુમલા કરશે.

જો કે સરકાર આતંકવાદીઓને પકડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. તમામ અદ્યતન હથિયારો સાથે ભારતીય જવાનો આતંકવાદીઓના સ્થળો પર હુમલા કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button