ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહન પર વધુ એક આતંકવાદી હુમલો, સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગર: છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં હુમલા (Terrorist attackin Jammu and Kashmir)કરી લોકોમાં ભયનો માહોલ પેદા કરી રહ્યા છે, ખાસ કરીને ભારતીય સેના (Indian Army)ને નિશાન બનાવવામાં આવી રહી છે. એવામાં આજે અખનૂર(Akhnoor)માં સેનાના વાહન પર ફાયરિંગ થયાના અહેવાલ છે, ફાયરિંગ કર્યા બાદ આતંકવાદીઓ ફરાર થઇ ગયા છે, સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે. જો કે, કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.

| Also read: ફરી કંગાળ પાકિસ્તાને મદદ માટે ચીન સામે ખોળો પાથર્યો!

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં વધારા અને તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જમ્મુ ક્ષેત્રમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં ઘણા આતંકવાદી હુમલા થયા છે, જેમાંથી ગયા અઠવાડિયે બે સૈનિકો સહિત 12 લોકો માર્યા ગયા હતા.

| Also read: IMFની લોન બાદ પણ પાકિસ્તાન કફોડી હાલતમાં, હવે ચીન સામે હાથ ફેલાવ્યો

ગુલમર્ગમાં ગુરુવારે થયેલા આતંકવાદી હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા બે જવાનોનું મોત નીપજ્યું હતું અને આ સાથે જ આ હુમલામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ચાર થઈ ગઈ છે. ગુરુવારે સેના સાથે કામ કરતા બે પોર્ટર્સ માર્યા ગયા હતા અને ત્રણ સૈનિકો સહિત ચાર લોકો ઘાયલ થયા હતા, જેમાંથી બેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું..

| Also read: કોંગ્રેસે 14 ઉમેદવાર જાહેર કર્યાં, અંધેરી અને ઔરંગાબાદના ઉમેદવાર બદલ્યા…

અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ગુલમર્ગથી છ કિલોમીટર દૂર આતંકવાદીઓએ સેનાના એક વાહન પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ ગુરુવારે સાંજે બુટાપથરી વિસ્તારમાં સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો, વાહન અફ્રાવત રેન્જમાં નાગીન ચોકી તરફ જઈ રહ્યું હતું.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker