
નવી દિલ્હી: CBIએ ઇન્ટરપોલ ચેનલો દ્વારા મોટી સફળતા મેળવી છે. પંજાબ પોલીસનો વોન્ટેડ આરોપી અને અબુ ધાબીમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલનો આતંકવાદી પરમિન્દર સિંહ ઉર્ફે નિર્મલ સિંહ ઉર્ફે પિંડીને સંયુક્ત અરબ અમીરાત (UAE) માંથી ભારત લાવવામાં આવ્યો છે.
પિંડી કુખ્યાત આતંકવાદી હરવિન્દર સિંહ ઉર્ફે રિંદા અને હેપ્પી પાસિયાનો નજીકનો સાથી છે. આ આતંકવાદી ઘણી ગંભીર ગુનાહિત ઘટનાઓમાં સામેલ રહ્યો છે, જેમાં પેટ્રોલ બોમ્બ હુમલો, હિંસક હુમલા અને ખંડણીની ઘટનાઓનો સમાવેશ થાય છે.
પંજાબમાં બટાલા પોલીસની માંગ પર રેડ કોર્નર નોટિસ (RCN) જારી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 24 સપ્ટેમ્બર 2024ના રોજ પંજાબ પોલીસની એક ચાર સભ્યોની ટીમ, જેમાં એક સિનિયર અધિકારીને દુબઈ ગયા હતા અને ત્યાં ભારત સરકારના વિદેશ મંત્રાલય અને યુએઈ અધિકારીઓની મદદથી તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી અને આરોપીને સફળતાપૂર્વક ભારત લાવવામાં આવ્યો.
પરમિન્દર સિંહનો સીધો સબંધ BKI ચીફ હરવિન્દર સિંહ ઉર્ફે રિંદા અને હેપ્પી પાસિયા સાથે છે. અમેરિકન FBIએ એપ્રિલ 2024માં હેપ્પી પાસિયાની ધરપકડ કરી હતી.
સીબીઆઈના આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર એકમે વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય, અબુ ધાબી સ્થિત એનસીબી (NCB) અને પંજાબ પોલીસ સાથે મળીને આ સમગ્ર કાર્યવાહીને અંજામ આપ્યો હતો. ૨૬ સપ્ટેમ્બરના રોજ પંજાબ પોલીસની ટીમ તેને યુએઈમાંથી લઈને ભારત પહોંચી હતી.
આ પહેલાં, ૧૩ જૂન, ૨૦૨૫ના રોજ પંજાબ પોલીસની વિનંતી પર સીબીઆઈએ ઇન્ટરપોલ પાસેથી રેડ નોટિસ જારી કરાવી હતી. આ પછી, યુએઈની એજન્સીઓએ આરોપીની ધરપકડ કરી અને તેને ભારત પ્રત્યાર્પિત કરવાનો નિર્ણય લીધો હતો.
નોંધનીય છે કે રેડ કોર્નર નોટિસ એ ઇન્ટરપોલ દ્વારા જારી કરાતું એક એલર્ટ છે, જે દુનિયાભરની પોલીસ એજન્સીઓને મોકલવામાં આવે છે જેનાથી ફરાર અને નાસતા ફરતા ગુનેગારોને પકડી શકાય.
સીબીઆઈ ભારતમાં નેશનલ સેન્ટ્રલ બ્યુરો તરીકે ઇન્ટરપોલ સંબંધિત મામલાઓનું સંચાલન કરે છે અને ઇન્ડિયાપોલ નેટવર્ક દ્વારા દેશની એજન્સીઓને જોડે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ઇન્ટરપોલ ચેનલોની મદદથી ૧૩૦થી વધુ ફરાર ગુનેગારોને ભારત પાછા લાવવામાં આવ્યા છે.
કોણ છે પરમિન્દર પિંડી?
ઉલ્લેખનીય છે કે પરમિન્દર પિંડીનો જન્મ પંજાબના તરન તારન જિલ્લામાં થયો હતો. તે બબ્બર ખાલસા ઇન્ટરનેશનલનો એક સક્રિય સભ્ય અને ઓપરેટિવ છે, જે સંગઠનના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ભાગ માનવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓ અનુસાર, તે વર્ષ ૨૦૦૦ પછીથી વિદેશોમાં રહીને ભારતમાં આતંકવાદી મોડ્યુલ્સને સંચાલિત કરવામાં સક્રિય થઈ ગયો હતો. તેની ઉંમર લગભગ ૪૫ થી ૫૦ વર્ષની વચ્ચે માનવામાં આવે છે.
આ પણ વાંચો…ડ્રગ પાર્ટી કેસમાં એકનાથ ખડસેના જમાઇને કોર્ટે જામીન આપ્યા