જમ્મુ કાશ્મીરમાં સેનાનો સપાટો: પહલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાશિમ મુસા ઠાર | મુંબઈ સમાચાર

જમ્મુ કાશ્મીરમાં સેનાનો સપાટો: પહલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાશિમ મુસા ઠાર

નવી દિલ્હી: એકતરફ સંસદમાં ઓપરેશન સિંદૂરની ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં સેનાએ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પહલગામ આતંકી હુમલાની ઘટનામાં સેનાને એક મોટી સફળતા મળી છે.

આ હુમલા બાદ સુરક્ષા એજન્સીએ આતંકીઓની શોધખોળ આદરવામાં આવી છે અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. પહલગામ હુમલાના માસ્ટરમાઈન્ડ અને લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર અને પાકિસ્તાની સેનાનાં પૂર્વ જવાન હાશિમ મુસાને ઠાર કરવામાં સફળતા મળી છે.

આપણ વાંચો: પાકિસ્તાનને મોટો આંચકો, G-7 દેશોએ પહલગામ આતંકી હુમલાની નિંદા કરી

સેનાએ હાશિમ મુસાને ઠાર કર્યો

જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ અંતર્ગત કાર્યવાહી દરમિયાન સુરક્ષાદળોએ પહલગામ હુમલાના આરોપી સુલેમાન શાહ ઉર્ફે હાશિમ મુસાને ઠાર કર્યો હતો.

મળતી વિગતો અનુસાર આ કાર્યવાહીમાં આતંકી હમજા અને યાસીરને પણ ઠાર કરવામાં આવ્યા હતાં. સુરક્ષાદળો ઘણા લાંબા સમયથી આ આતંકીઓની શોધખોળ કરી રહ્યા હતાં. તે ઉપરાંત સરકારે પણ સુલેમાન પર 20 લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતુ.

આપણ વાંચો: પહલગામ આતંકી હુમલા બાદનો વિડીયો ભયભીત મહિલાઓ બાળકો સાથે દોડતી જોવા મળી…

કોણ છે હાશિમ મુસા?

હાશિમ મૂસા લશ્કર-એ-તૈયબાનો એક સક્રિય અને ખતરનાક કમાન્ડર હતો. તેના માથા પર 20 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. મુસા પાકિસ્તાની સેનાની સ્પેશિયલ ફોર્સનો પૂર્વ પેરા કમાન્ડો રહી ચૂક્યો હતો. તેને આતંક ફેલાવવાની ઊંડી તાલીમ મળી હતી. આધુનિક હથિયારો અને યુદ્ધ તકનીકમાં માહિર મૂસાએ પહલગામ હુમલાની સંપૂર્ણ યોજના તૈયાર કરી હતી.

સેનાની ચિનાર કોર્પ્સ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ગુપ્ત બાતમીનાં આધારે લિડવાસ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘણા કલાકો સુધી આમનેસામને અથડામણ ચાલી હતી. આ અથડામણમાં સુરક્ષાદળોને ત્રણ આતંકવાદીને ઠાર મારવામાં સફળતા મળી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button